Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સર્ચ ઓપરેશન દરમિયાન સરક્રીક પાસેથી સાંજે વધુ એક નાપાક બોટ અને ઘૂસણખોર ઝડપાયો

 

ભુજ :મંગળવારે સરક્રીક પાસે આવેલી લખપતવારી ક્રિકમાંથી એક બિનવારસુ બોટ પકડાયા પછી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બુધવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વધુ એક બોટ તથા વખતે એક ઘૂસણખોરને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

સીમા સુરક્ષા દળ દ્વારા મંગળવારે રાતથી ક્રીક એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બીએસએફની 80થી પણ સ્પીડ બોટ થકી શોધખોળ અભિયાન ચાલુ હતું. વિસ્તારને સાંકળતી બટાલીયનનાં સેનાપતિ અતુલ યાદવ જાતે ક્રિકમાં સમગ્ર સર્ચ ઓપરેશનનું દેખરેખ કરી રહ્યા છે ત્યારે લખપતવારી ક્રીકનાં માઉથ પાસે સર ક્રિકથી માંડ 12 કિલોમીટર દૂર નાપાક સખ્સ તથા બોટને ઝડપી લેવામાં આવી હતી

હજુ પણ કચ્છનાં ક્રીક એરિયામા સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે રાત સુધીમાં કે તે પછી વધુ બોટ ઝડપાઇ તેવી સંભાવના જોવામાં આવી રહી.

(11:01 pm IST)