Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મોરબીના કેનાલ રોડ પર બીજા માળેથી બાળક પડી જતા મોત

 

મોરબીના કેનાલ રોડ પર એક બાળક બીજા માળેથી નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવ અંગે ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. અંગેની વિગત મુજબ મોરબીના કેનાલ રોડ પરની રવાપર રેસીડેન્સીમાં રહેતા બંટી ઈડા સોલંકી નામનો વર્ષનો બાળક બીજા માળેથી અકસ્માતે પડી ગયો હોય જેને ગંભીર ઈજા થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતોજોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(11:02 pm IST)