Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પ્લીઝ, માસ્ક-સેનીટાઇઝરની કિંમતો વધુ લેતા નહિઃ આકરા પગલાઓ આવી શકે છે

એડીશ્નલ કલેકટર કેતન જોષી સાથે કેમીસ્ટ – ડ્રગ - વિક્રેતાઓની બેઠક

મોરબીઃ મોરબીના અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોષીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કેમીસ્ટો-ડ્રગ વિક્રેતાઓ સાથેની મીટીંગ તાજેતરમાં યોજાઇ હતી. આ બેઠકમાં ભારત સરકારના તા.૧૩-૩-ર૦ર૦ના જાહેરનામા મુજબ સરકારશ્રીના આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯પપ અંતર્ગત (માસ્ક ર પ્લાય અને ૩ પ્લાય સર્જીકલ માસ્ક, એન-૯પ માસ્ક) તથા હેન્ડ સેનીટાઇઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે ગણવામાં આવેલ હોય જે અંતર્ગત માસ્ક તથા સેનીટાઇઝરની કિંમતો ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા વધારે ભાવો લઇ ન લેવા તેમજ જાહેર જનતાને માસ્ક તથા સેનીટાઇઝરની ખરીદીમાં કોઇ અગવડતા ન પડે તે અંગે તકેદારી રાખવા શ્રી કેતન જોષીએ ઉપસ્થિત કેમીસ્ટ ડ્રગ વિક્રેતાઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી.પટેલ પણ હાજર રહયા હતા.

(11:37 am IST)