Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

હળવદના સરંભડામાં પુરતો ભાવ ન મળતા કોબીજનો પાક પશુઓને ખવડાવી દીધો

હળવદ તા.૧૯ : સરંભડા ગામના ખેડૂત કિરણભાઈ દોરાલાએ રવી સીઝનમાં કોબીજ નું વાવેતર કર્યું હતું જયારે કોબીજ નો પાક તૈયાર થઇ જતા બજારમાં કોઈ લેવા વાળું નથી મળતું? જેથી ખેડૂત દ્વારા નાછૂટકે બજાર ભાવ ના મળતા કંટાળી કોબીજ ને માલ ઢોર ને ખવડાવવા મજબુર બન્યા છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પણઙ્ગ કોબીજ નું વાવેતર કહ્યું હતું પરંતુ કોબીજ નો પાક તૈયાર થતા બજાર ભાવ ના મળતા કોબીજ માલ ઢોર ને ખવડાવવા પડી રહ્યા છે. ખેડૂત કિરણભાઈ દોરાલાએ જણાવ્યું હતું કે જીરાના પાકમાં અનેક પ્રકારના રોગો આવવાથી સીઝન નિષ્ફળ ન જાય તે માટે તેનીઙ્ગ જગ્યાએ કોબીજ નું વાવેતર કર્યું હતું અને વાવેતર કર્યુ ત્યારે કોબીજના યોગ્ય ભાવ હોય પરંતુ કોબીજ તૈયાર થતા ભાવ તળીયે બેસી ગયા છે અને કોબીજના કોઈ જ લેવા વાળા મળતા નથી જેથી હાલ અમો દ્વારા તલનું વાવેતર કરવાનું હોય તેને કારણે કોબીજને મફતના ભાવે તેમજ માલ ઢોર ને ખવડાવવા પડી રહ્યા છે જેથી ખર્ચો અને મહેનત બન્ને પાણીમાં ગયું છે.

(11:33 am IST)