Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં સતત વધારો

મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્ય ઠંડક

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી અને ગરમી સાથે મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે. અને લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહયો છે.મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર બાદ આખો દિવસ હુંફાળું વાતાવરણ અનુભવાય છે અને મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.

જૂનાગઢ

જૂનાગઢઃ શહેરના તાપમાનમાં આજે પણ વધારો થયો છે.ગઇકાલે મહતમ તાપમાન ૩૭ ડિગ્રી રહયા બાદ આજે સવારે લઘુતમ તાપમાન પણ વધીને ૧૯ ડિગ્રી નોંધાયું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા અને પવનની ઝડપ ૩.૭ કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમઃ ૩૪.પ, લઘુતમ : ૧૮.ર, ભેજ : ૬૬ ટકા, પવનઃ ૪.૮ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(4:00 pm IST)