Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

જામનગરમાં સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત -પ્રદૂષણમુકત વૈદિક હોળી ઉજવવા જીતુભાઇ લાલની અપીલ

જામનગર તા.૧૯ : હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે આ સમય દરમ્યાન વાતાવરણમાં ખુબ જ વાઈરસની સંખ્યામાં વધારો થાય છે. જેથી કરીને આ સમયમાં બિમારી પ્રમાણ ખુબ જ વધુ જોવા મળે છે. જયારે આપણો પર્વ હોળીને આપણે ગાયના છાણા, ગાયનું શુઘ્ધ ધી, કપુર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઈરસને નિયંત્રણ કરી શકીએ છીએ.

લાકડાની હોળીમાં પ્રદુષણ ખુબ જ થાય છે. જયારે ગાયના છાણાની હોળી કરવાથી ખુબ જ પ્રમાણમાં ઓકિસજન ઉત્પન્ન થાય છે. સાત્વિક વાતાવરણ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની હોળી કરવાથી પ્રદુષણ થતું અટકશે, વાતાવરણ સ્વચ્છ બનશે, બિમારીઓ ધટશે તો આ પ્રકારની હોળી ઉજવવા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી  જીતુભાઈ લાલ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે.

(3:59 pm IST)