Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ભાટીયાની તરૂણી ઉપર દુષ્કર્મ આચરનાર ભાટવડીયાના કથિતભુવા ભરત સોનગરાની ઘરપકડ

ખંભાળિયા, તા.૧૯: કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે મામા દેવનું મંદિર રાખી પિડીતોના દર્દ મટાડવાની ધતિંગ લીલા કરી દુઃખી પરિવારોની ભાવનાઓ સાથે ખસલવાડ કરતા કતિત ભૂવાનૂં સત્ય પ્રકાશમાં આવ્યું છે. ભાટીયાના પરિવારને કુટુંબમાં કોઇ નડતર હોવાથી ભાટવડીયા ગામે મામાદેવના નામે જોવાનું કામ કરતો ભરત કરશન સોનગરા (ઉ.વ.૩૦)ને ત્યા છેલ્લા ૨૦થી૨૫ દિવસથી પરિવારના સચ્યો અવાર-નવાર જતાં હોય ત્યારે ગત તા.૧૬ના રોજ ભૂવાને ત્યાં રાત્રીના સમયે પરિવારના બગડતા ભરતે જોવાનું નાટક કરી પરિવારને જણાવેલ કે તમારા પરિવારમાં જે નડતર છે તે આ તમારી છોકરીના શરીરમાં છે. આથી તેની વિધી કરી કાઢવું પડશે તેમ કહી તરૂણીને ખેતરમાં થોડે દૂર લઇ જઇ શરીરે ભભૂતી છાંટી અડપલા કરતા ભૂવા ભરતને વાસનાનો કિડો સળવળતા તરૂણી ઉપર બળાત્કાર ગુજારી કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા તરૂણી ગભરાઇ જઇ કોઇને જાણ ન હતી જેના બે દિવસ દરમ્યાન ભાોગબનનાર તરૂણીને પેટમાં દૂઃખાવો થતા માતાએ પુછતા પ્રથમ તરૂણીએ કાંઇ ન જણાવતા માતાએ વારંવાર પૂછતાં સમગ્ર ઘટના અંગેની વાત કરતા ભોગ બનનારની માતાએ ગત તા.૧૮ના રોજ કથિત ભૂવો ભરત કરશન સોનગરા વિરૂધ્ધ કલ્યાણ પુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરીયાદના આધારે ગુનો નોંધી ભરત કરશન સોનગરાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ મળતી વિગત મુજબ ભૂવો ભરત સોનગરા છેલ્લા કેટલાક વર્ષોથી જોવાનું કામ કરતો હતો આથી અન્ય કોઇ પરિવાર ભોગ બન્યો છે કે કેમ તે અંગેની તપાસ પણ કલ્યાણપુર પોલીસ દ્વારા ચલાવવામાં આવી છે. પોલીસ દ્વારા બાળકીનું મેડીકલ ચેકઅપ માટેની તજવિજ પણ હાથ ધરી છે.

(3:58 pm IST)
  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST

  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST

  • રાહુલ ગાંધીને સતાનો શોખ નથી: મેં અને મારા ભાઈએ ખુબ જ સંઘર્ષ કર્યો છે: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલને સતાનો શોખ નથી પરંતુ લોકોની ભલાઈ ઈચ્છે છે: સિરસાના પૌરાણિક સ્થળ સીતામઢી પહોંચી પ્રિયંકાએ આંખમાં આંસુ સાથે કહ્યું કે તેણીએ દેશ માટે પોતાના પરિવારમાં કેટલાય બલિદાન જોયા છે જેમાં તેની દાદી, પિતાની હત્યા છે અને જાણ્યું છે કે દર્દ શું છે access_time 12:59 am IST