Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

જામનગર જીલ્લામાં ખાણ ખનીજ વિભાગ ઉંઘતું ઝડપાયુઃ એએસપી સંદિપ ચોૈધરી ટીમનો સપાટો

જામનગર તા ૧૯ : જામનગર જીલ્લા ધ્રોલ અને જોડિયા તાલુકામાંલાંબા સમયથી રેતી ચોરીના રેકેટ ધમધમી રહ્યા છે, છતા પણ જેની પ્રથમ ફરજ છે ખાણ ખનીજ વિભાગ સામે અવારનવાર આક્ષેપો થયા છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતુ નથી, એવામાં આજે વહેલી સવારના સમયે જામનગર એએસપી સંદીપ ચોૈધરી સહિતની ટીમે આ વિસ્તારમાં સપાટો બોલાવી અને લાખોની કિંમતના વાહનો ઝડપી પાડી ધોરણસરનીકાર્યવાહી શરૂ કરી છે.

લાંબા સમયથી ઉંડ નદી અને આસપાસના વિસ્તારોમાં લીઝ વિનારેતીચોરીનું એક સુવ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારના સમયે જામનગર એએસપી સંદીપ ચોૈધરી દ્વારા ટીમ સાથે જોડિયાવિસ્તારમાં આકસ્મિક સપાટો બાલાવવામાં આવતા રેતી ભરેલા ૮ અને ૬ ખાલી એમ કુલ ૧૪ ડમ્મપર, ર ટ્રેકટર, ૧ જેસીબી સહીત લાખોનો મુદામાલ ઝડપી પાડયા બાદ આઅંગેની જાણ ખાણ ખનીજ વિભાગને કરવામાં આવતા અત્યાર સુધી નિંદ્રાધીન રહેલા ખાણખનીજ વિભાગે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

(3:28 pm IST)