Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વિરપુર (જલારામ)માં પૂ. મોરારિબાપુના વ્યાસાસને શ્રીરામ કથા

પૂ. જલારામબાપા-પૂ. વિરબાઇમાએ શરૂ કરેલ સદાવ્રતને ર૦૦ વર્ષ પૂર્ણ થતા ૧૮ થી ર૬ જાન્યુઆરી સુધી ભવ્ય આયોજન

વિરપુર (જલારામ) તા. ૧૯ :  પરમ પૂજનીય શ્રીરામ ભકત જલારામબાપા-વિરબાઇમાં એ વિરપુરમાં સદાવ્રત ચાલુ કરેલ તેને ર૬ જાન્યુઆરી-ર૦ર૦ના ર૦૦ વર્ષ પૂરા થાય છે.

 

તેની ઉજવણીના ભાગરૂપે પ.પૂ. શ્રી જલારામ બાપાના પરિવાર દ્વારા જલારામ બાપાની જગ્યાના ગાદીપતી શ્રી રઘુરામ બાપા જયસુખરામ બાપા ચાંદ્રાણીની આગેવાની હેઠળ પાવન ભૂમિ વિરપુરમાં સંતશ્રી મોરારિબાપુ હરીયાણીના વ્યાસાસે શ્રીરામ કથાનું સુંદર આયોજન તા. ૧૮ જાન્યુઆરીથી તા. ર૬ જાન્યુઆરી ર૦ર૦ સુધી ૯ દિવસની રામકથાનું વિરપુરમાં ભવ્યાતિભવ્ય રીતે આયોજન થનાર છે.

આ રામકથામાં દેશ-વિદેશથી પૂ. બાપાના ભકતો-પરિવારજનો શ્રી રામકથાનું રસપાન કરવા આવનાર છે. વિરપુરના સમસ્ત વેપારીઓ રામકથા દરમ્યાન સમગ્ર વિરપુર શહેરમાં લાઇટ ડેકોરેશન ધજા પતાકાથી શણગારવામાં આવશે. તેવી વેપારી એશોસીયેશન યાદી જણાવે છે. શ્રીરામ કથાના ભાગરૂપે પૂ. બાપાના પરિવાર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલુ કરેલ છે.

 

(2:07 pm IST)
  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો : તેમની સંપતિ હડપવાની હતી યોજના : દવાના નશામાં લખાવી હતી સ્યુસાઈડ નોટ : સેવાદાર વિનાયક અને શરદ આપતા હતા ધમકી : રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા : આરોપીઓ પાસેથી કોરો ચેક મળ્યો access_time 6:04 pm IST

  • અમદાવાદની સાબરમતી નદીમાં ૪ લોકોએ ઝંપલાવ્યુઃ ૩ના મોત, ૧નો બચાવ : સવારથી લઈ અત્યાર સુધીમાં ફાયરબ્રિગેડને ૪ કોલ મળ્યા access_time 6:04 pm IST

  • જોડીયાના બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બીંગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST