Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

એ... ચેતજો... ચોટીલા પંથકમાં કૌન બનેગા કરોડપતી લોટરીના નામે ઓનલાઇન છેતરપીંડી કરતી ગેંગ સક્રિય

ચોટીલા, તા. ૧૯ : ચોટીલા તાલુકામાં કેટલાક લોકોને વોટસઅપ ઉપર 'કોૈન બનેગા કરોડપતી'માંથી રપ લાખની લોટરીના વિજેતા બનેલ હોવાના મેસેજ સાથે બહારની કોઇ સાઇબર ક્રાઇમ આચરતી ટોળકી દ્વારા લોકોને ઠગવા માટે ઝાળ બિછાવવામાં આવેલ હોવાનું બહાર આવેલ છે અને આવા મેસેજ જેઓને મળેલ છે તેઓએ લોકો આવી ટોળકીનો ભોગ ના બને તે માટે જવાબદાર અધિકારી દ્વારા સઘન પગલા લેવાય તેવી પણ માંગણી વ્યકત કરેલ છે. સમગ્ર મામલાની છાનભીન કરતા મળેલ માહિતી મુજબ વોટસઅપમાં અજાણ્યા નંબર પરથી એક ફોટો મેસેજ આવે છે જેમાં કૌન બનેગા કરોડપતીના લોગા જેવો જ લોગ મૂકાયેલ છે.

ભારત સરકારના પદ ચિન્હ પણ મુકાયેલ છે, તેમજ અનેક મોબાઇલ સીમ કંપનીના લોગાના પીકચર મૂકીને ઓલ ઇન્ડીયા સીમકાર્ડ લકી ડ્રો કોમ્પીટીશનનો ઉલ્લેખ કરીને આઇટીએ ઇન્ડીયા ટેલીકોમ્યુનીકેશન જેવું કંપની નામ આપવામાં આવેલ છે. લોકોને ભ્રમિત કરવા અભિનંદ સાથે તમે રૂા. રપ લાખ કેબીસી ડીપાર્ટમેન્ટ દ્વારા જીત્યા છો મહેરબાની કરીન તુરત આ નાણા મેળવવા કંપનીના નિયમો અને શરતોને અનુસરવા જણાવવામાં આવે છે. આ મેસેજમાં એક લોટરી નંબરની સાથે એક વોટસઅપ નંબર આપી તેના પર કોલ કરવા સુચન આપવામાં આવે છે, તેમજ એક વોઇસ મેસેજ પણ પાઠવવામાં આવે છે.સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકામાં આવો મેસેજ મેળવનાર પૈકી લઘુભાઇ ધાધલે આ અંગે વાત કરતા કહેલ કે મેં જે નંબર પરથી મેસેજ આવેલ તેમાં કોલ કરવાનો પ્રયાસ કરેલ, પરતુ ડાયરેકટ કોલમાં લોકો રોન્ગ નંબર કહીને મૂકી દે છે. તમેજ અન્ય એક ભાઇને પણ આવો જ મેસેજ મળતા તેમણે વોટસઅપ કોલ કરતા આ બધુ સાચુ છે, કોઇ ખોટુ નથી તેમજ આજ રાત સુધી આ જીતની રકમ મેળવી શકો છો આપનો બેન્ક એકાઉન્ટ નંબર આપો જેવી વાતો કરીને આ કાયદેસરની ઓફીસ છે તેની સાબિતી સમાન બનાવેલ વિડીયો કલીપ પણ મોકલેલ હતી. પરંતુ બેન્કની વિગત માંગતા લોકોની સમજમાં આવી ગયેલ કે ઓનલાઇન રૂપિયા હડસેલી લેતી કોઇ સાઇબર ગુનો આચરનાર ભેજાબાજ ટોળકી જણાતા લાલચમાં આવવાનું ટાળેલ હતું.

આવા મેસેજ કરનાર કંપની કોઇ કોલ સેન્ટર થકી આ કૌભાંડ આચરતી હોવાની આશંકા છે. ત્યારે ૦૮૮૮૧૭ર૪ અને ૦૭૦૮૦૪૯૬૩પપ જેઓના વોટસઅપ ડીપીમાં કરોડપતીની ઓફીસ હોવાનો હાઉ ઉભો કરતા પીકચર મૂકાયેલ છે તેમજ તેમના દ્વારા મોકલાયેલ વીડીયો કલીપમાં પણ બચ્ચન અને પીએમના ફોટા સાથે ડોકયુમેન્ટ દેખાડવામાં આવતા હોવાનું બહાર આવેલ છે.

આ કારસ્તાન ગુજરાત બહારથી ઓનલાઇન ચલાવવામાં આવી રહેલ છે તેમજ અલગ અલગ નંબર પરથી લોકોને વોટસઅપ મેસેજ મુકતા હોય છે અમોને મળેલ તેમજ પર પ્રાંતિય લોકો સંકળાયેલ હોય તેવું વાતચીત કરતા જણાતું હતું આમ તો ઝાલાવાડ પોલીસ ગુનેગારો માટે કડક હોવાનું કહેવાય છે, પરંતુ આવા ગુનાઓનો કોઇના સમજ ધરાવતા નાગરિકો ભોગ બને તે પહેલા તેના મૂળ સુધી પહોચવું જરૂરી છે તેમજ કોઇ આવી ટોળીનો ભોગ ના બને તેના માટે પણ પગલા લેવા જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે.

(11:43 am IST)