Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પોરબંદરમાં સવારે ભેદી ધડાકોઃ રાણાવાવ સુધી અવાજ સંભળાયો

ઘરના બારી-બારણા ધ્રુજી ઉઠયાઃ તીવ્ર અવાજ થતાં લોકો ઘરની બહાર નીકળી ગયાઃ જાનહાનિ-નુકશાન નહીં

પોરબંદર તા. ૧૯ :.. આજે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ ભેદી ધડાકો થતાં ઘરના બારી - બારણા ધ્રુજી ઉઠયા હતાં. કેટલાંક સ્થળે લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. આ ભેદી ધડાકાનો અવાજ તીવ્રતા વધુ હતી અને શહેરની નજીક રાણાવાવ અને ચૌટા ગામ સુધી અવાજ સંભળાયાનું લોકો જણાવે છે. ભેદી ધડાકાથી કયાંય જાનહાની થઇ નથી. ભેદી ધડાકાની અસરથી જમીનમાં કંપન થયું હતું. સ્થાનીક તંત્ર દ્વારા ભેદી ધડાકાની અસર અંગે તપાસ શરૂ થઇ છે.

(3:55 pm IST)