Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ભારતીય સંસ્કૃતિનો અન્ય દેશોમાં કયા આધારે પ્રચાર તેનુ મૂલ્યાંકન થવું જોઈએઃ ડો. સુબ્રમણ્યમ સ્વામી

પોરબંદર સાંદીપનીમાં પૂ. ભાઈશ્રીની નિશ્રામાં સંસ્કૃતિ, ચિંતનનો પ્રારંભ

જૂનાગઢ, તા. ૧૯ :. પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં સંત શ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ચાલી રહેલ ત્રિદિવસીય ચિંતન યાત્રા પ્રસંગે પૂ. ભાઈશ્રી ઉપરાંત ગુજરાતભરમાંથી ઉપસ્થિત ચિંતકો, સાહિત્યકારો, સંસ્કૃતિ ચિંતકોના પ્રતિનિધિ તરીકે સાહિત્યકારના પ્રતિનિધિ રૂપે દિનકર જોષી, કવિ રાજેન્દ્ર શુકલ સુબ્રમણ્યમ સ્વામી, પુરાતનવિદ્દ નરોત્તમ પલાણ કાર્યક્રમના સંયોજક એવા ભાગ્યેશ જહાના હસ્તે દીપ પ્રાગટય થયું હતું.

ડો. સુબ્રમણ્યમ સ્વામીએ પ્રવચનમાં કહ્યું હતુ કે, આપણા દેશમાં વિચારની દ્રષ્ટિએ રાષ્ટ્રવાદ, સ્વદેશી અને વિકેન્દ્રીકરણ એવા ત્રણ પેટા પ્રકારો પાડીને રાષ્ટ્રવાદ અને દેશભકિત બન્ને કેમ એક નથી ? તે બે વચ્ચેનું અંતર તપસ્પર્શી રીતે સમજાવ્યું હતું.

રાષ્ટ્રવાદની છણાવટ કરતા પાંચ મુદ્દાઓને આવરી લઈને તેમણે કહ્યું કે પહેલો મુદ્દો આપણી અસ્મિતા શું છે તે છે તેમણે અસ્મિતા વિશેના પોતાના વિચારોની છણાવટ કર્યા પછી, બીજો મુદ્દો અંગ્રેજોએ તૈયાર કરેલો અને આપણે માની લીધેલો ખોટો ઈતિહાસને બદલે આપણે સાચો ઈતિહાસ ફરી યાદ કરવાની જરૂરત કયાં કયાં છે ? એ વિશે છણાવટ કરી હતી. ત્રીજા મુદ્દામાં તેમણે દેશની વિશેષતાને બાહ્ય ઠાઠમાઠ અને વસ્ત્રોથી નહીં પરંતુ ત્યાગ અને જ્ઞાનને લક્ષમાં રાખી અર્થશાસ્ત્રમાં પરિવર્તન કઈ રીતે લાવવું જોઈએ ? તેના વિશે ચર્ચા કરતા કહ્યું હતું કે ભારતના સાધુ અને સંન્યાસી ભગવા અને જરૂરી કપડા જ પહેરે છે તેને જ્ઞાન અને ત્યાગથી માનવામાં આવે છે તેવા ત્યાગપૂર્ણ અર્થશાસ્ત્રને વિશ્વના અર્થશાસ્ત્રમાં સ્થાન મળવું જોઈએ અને પાંચમાં મુદ્દામાં તેમણે ભારતની સંસ્કૃતિનો કયા - કયા દેશોમાં કયા આધારે પ્રચાર થયેલ તેનું મૂલ્યાંકન થવું જોઈએ.

પ્રવચન સમયે પૂજ્ય ભાઈ, ભાગ્યેશ જહા, સાહિત્યકાર દિનકર જોશી, ભદ્રાયુ વછરાજાની, હાસ્ય કલાકાર રતિલાલ બોરીસાગર, કવિ રાજેન્દ્ર શુકલ, ગાંધીવાદના પ્રખર લેખક મનસુખ સલ્લા સહિતના કવિઓ, લેખકો અને ચિંતકો ઉપસ્થિત હતા. રાત્રિના કવિ મિલનમાં ગુજરાતના જાણીતા અને માનીતા કવિઓ રાજેન્દ્ર શુકલ, રાજેશ વ્યાસ, મેહુલ દેવકલા, હિતેન આનંદપરા, મિલિન્દ ગઢવી, પારૂલ ખખ્ખ, દીપક ત્રિવેદી, સ્નેહલ જોશી, પ્રાર્થના જહાએ કાવ્ય રચનાઓ રજૂ કરી હતી.

(11:41 am IST)
  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST

  • કોંગ્રેસને ઝટકો: જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST