Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સાબર ડેરીની ચૂંટણીમાં અણધાર્યો વળાંકઃ મહેશ પટેલ ચેરમેન

ગાંધીનગર તા. ૧૯: સાબરકાંઠાઃ અરવલ્લી જીલ્લાના લાખ્ખો પશુ પાલકોના વિશ્વાસના પ્રતીક અને હજારો કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સાબર ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેન ચૂંટણી યોજાયેલી જેમાં ચૂંટણીમાં સાબર ડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઇ પટેલ ચેરમેન પદ પર ત્રીજી વાર દબદબો જાળવી રાખી સાબરડેરી પર કબ્જો જાળવી રાખશે તેવું મનાતું હતું ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ઉલટફેર જોવા મળ્યો હતો અને ધી સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન મહેશભાઇ અમીચંદભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જયંતીભાઇ પટલેલ ચૂંટાઇ આવતા ગુજરાત સહીત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો. જેઠાભાઇ પટેલના ટેકેદારો અને સમર્થકોમાં સોપો પડી ગયો હતો.

કાયદાકીય ગૂંચમાં ફસાયેલી ચૂંટણી જાહેર થતા ગુજરાતના અને સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં સહકારી અગ્રણી તરીકે જાણીતા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલે સાબરડેરી જંગમાં એન્ટ્રી થતા નવાજુનીનાં એંધાણ વર્તાય હતા સાબરડેરીની ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મહેશ પટેલ અને જેઠાભાઇ પટેલે ઉમેદવારોને સમજાવીને ૧ર બેઠકો બિનહરીફ કરી હતી. જેઠાભાઇ જીસીએએમએફ- ગુજરાત કોપરેટીવ મીલ્કત માર્કેટીંગ ફેડરેશન આણંદ ચેરમેન રહી ચુકયા છે રાજયના કૃષિ પ્રધાન આરસી ફળદુ સાથે નિકટના સંબંધો પણ કામ આવ્યા ન હતા.

(11:37 am IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો : તેમની સંપતિ હડપવાની હતી યોજના : દવાના નશામાં લખાવી હતી સ્યુસાઈડ નોટ : સેવાદાર વિનાયક અને શરદ આપતા હતા ધમકી : રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા : આરોપીઓ પાસેથી કોરો ચેક મળ્યો access_time 6:04 pm IST