Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

બગસરામાં સાતલ-કલા મિલન ૨૦૧૯ કાર્યક્રમ રંગેચંગે સંપન્ન

સમગ્ર જિલ્લામાંથી સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારો ઉપસ્થિત રહ્યા

બગસરા તા.૧૯:- સમગ્ર જિલ્લાના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારોનું બગસરા ખાતે સ્નેહમિલન સ્વરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક કલાકારોએ ઉપસ્થિત રહીને કલાકારોની કલાને બિરદાવી હતી.

 બગસરાની  સતવારા સમાજ જ્ઞાતિની વાડી ખાતે બગસરાના સંગીત કલા ક્ષેત્રે જોડાયેલા ભરતભાઈ પંચાસરા, દર્શનભાઈ ખાંદલ, કલ્પેશભાઈ રંગાડીયા, પ્રકાશભાઈ કોરાટ , પંકજભાઈ ઘાડિયા અને જય ભાઈ દ્વારા સમગ્ર જિલ્લાના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારો, ગાયકો, વાદ્યવૃંદ , નાટ્યકારોના સ્નેહમિલન સ્વરૂપે સાતલ- કલા મિલન ૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ગાયન તથા વાદન ક્ષેત્રે નામના ધરાવતા કલાકારો જેવાકે નિલેશભાઈ ભટ્ટ, પલ્લવીબેન પટેલ, વિમલભાઈ મહેતા, સિકંદર ખાન પઠાણ, વિનુભાઈ ભરખડા, વિજયભાઈ મહેતા સહિતના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક ઉભરતા કલાકારોને પણ તક આપવામાં આવી હતી અને તેમના પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને બગસરા તથા આજુબાજુમાં વસતા અનેક લોકો દ્વારા માણવામાં આવ્યો હતો તેમજ સમગ્ર જિલ્લાના કલાકારોને એક સ્થળે નવીન સ્વરૂપે એકઠા કરવાના આયોજકોના આ   કાર્યને સૌ કોઈ એ બિરદાવ્યું હતું.(૨૨.૨)

(11:33 am IST)