Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

જોડીયાના બાદનપરમાં રેતી ચોરી કરનારા ઉપર તંત્ર ત્રાટકયું: ૧ કરોડનો મુદામાલ જપ્ત

 જામનગર તા. ૧૯: જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બાદનપરમાં રેતી ચોરી કરનારા સામે તંત્ર ત્રાટકયું છે અને આશરે એકાદ કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જીલ્લાના જોડીયા તાલુકાનાં બાદનપરમાં મોટા પાયે રેતી ચોરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી આજે વહેલી સવારે એએસપી સહિતનો પોલીસ કાફલો બાદનપર ગામે ત્રાટકયો હતો.

જયાંથી પોલીસે ૧૦ થી વધુ ડમ્પર અને ટ્રેકટર ઝડપી પાડયા છે રેતી ચોરીનો આંક એકાદ કરોડ આસપાસ હોવાની શકયતા છે.

(11:28 am IST)