Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વાવડી વન વિભાગની નર્સરી પાછળથી કૃષ્ણનગરના વૃદ્ધ હિરજીભાઇની લાશ મળી

સુથાર વૃદ્ધ માનસીક બિમારીના કારણે ચાર દિવસ પહેલા ઘરેથી નિકળી ગયા હતાઃ હાર્ટ એટેકથી મોત નિપજયું હોવાનું ખુલ્યું

રાજકોટ તા.૧૯: વાવડી ગામ પાસે વન વિભાગની નર્સરી પાછળ માલવીયા નગરના કૃષ્ણનગરમાંથી ચાર દિવસથી ગુમ સુથાર વૃદ્ધની લાશ મળી આવી હતી.

મળતી વિગત મુજબ વાવડી વન વિભાગની નર્સરી પાછળ એક અજાણ્યો વૃદ્ધ બેભાન હાલતમાં પડયો હોવાની જાણ કોઇએ કરતા ૧૦૮ના તબીબ ક્રિષ્નાબેને તપાસ કરતા તેનું મોત નિપજયું હોવાનું જણાતા જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.એસ. ગઢવી તથા રાઇટર દીવ્યરાજસિંહ ઝાલા સહિતે સ્થળ પર પહોંચી તપાસ કરતા અજાણ્યા વૃદ્ધના ખીસ્સામાંથી આધારકાર્ડ મળી આવતા તેના પરિવારજનોને જાણ કરતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા. અને આ વૃદ્ધનું નામ હિરજીભાઇ રતનશીભાઇ અધેરા (ઉ.વ.૭૭) (ગુર્જર સુથાર) (રહે. સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર) હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.

કૃષ્ણનગરના હિરજીભાઇ માનસીક બીમાર હોઇ ચાર દિવસ પહેલા ઘરેથી નિકળી ગયા હતા. તેના પરિવારજનોએ માલવીયાનગર પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. તેને સંતાનમાં બે પુત્ર છે. આ બનાવમાં પોલીસે વૃદ્ધના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં તેનું હાર્ટએટેક આવતા મૃત્યું થયું હોવાનું જાણવા મળ્યું હતું.

(11:25 am IST)