Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોને તાત્કાલિક પાકવિમો નહી ચુકવાઈ તો લોકસભાની ચુંટણીનો બહીષ્કાર

કોટડાસાંગાણી, તા.૧૯: કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોને પાકવીમો તાત્કાલિક ચુકવવામા આવે અન્યથા આગામી લોકસભાની ચુંટણીનો બહીષ્કાર કરવાની ચીમકી સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

ગયા વર્ષમા ચોમાસા દરમિયાન કોટડાસાંગાણી અને તાલુકામા પુરતા પ્રમાણમાં વરસાદ નહી આવવાથી અને મોડો આવવાથી ખેડુતોએ વાવેતર કરેલ પાકમા ભારે નુકસાની આવતા તાલુકાના ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ તાલુકામા ગામોમા હજુ સુધી પાકવીમો નહી આપવામાં આવતા પહેલેથી જ આર્થિક રીતે ભાંગેલા અને દેવામા ડુબેલા રોષે ભરાયેલા ખેડુતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વધુમા કિશાન સંઘે જણાવેલ કે સરકાર દ્વારા વાયદાઓ કરેલ કે ફેબ્રુઆરીના અંતમા ખેડુતોને પાકવીમો આપી દેવામાં આવશે છતા હજુ સુધી પાકવીમો મળેલ નથી તેમજ ૧૬/૧૭ ના વર્ષમા સરકાર દ્વારા કપાસનો વીમો પણ આપવામાં આવ્યો ન હતો સાથેજ કોટડાસાંગાણી તાલુકાના ઉંડા ઉતારવાલાયક હોઈ તેવા ચેકડેમો તેમજ તળાવોનો સર્વે કરી સરકારને રજૂઆત કરી હતી કે આ તળાવો અને ચેકડેમોનુ રીપેરીંગ કામ કરી તેઓને ઉંડા ઉતારવામા આવે પરંતુ હજુ સુધી ગણ્યાગાંઠ્યા જ તળાવોનુ કામ કરાયુ છે તેથી તમામ કામોઙ્ગ તાત્કાલિક કરવામાં આવે અને પાકવીમો તાત્કાલિક નહી ચુકવવામા આવેતો આગામી લોકસભાની ચૂંટણીનો બહીષ્કાર કરવાની ચીમકી દિલીપભાઈ સખીયા અને ધર્મેશભાઈ સોરઠિયા દ્રારા ઉચ્ચારવામા આવી છે.(તસ્વીરઃ રમેશ સોરાણી)(૨૩.૭)

(11:24 am IST)