Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકાના ૧૦ ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતા સિંચાઇ વિભાગની કચેરીને ઘેરાવ

ઉનાઃ ધોમધખતા તાપમાં પીવાના અને સિંચાઇ માટેના પાણીની કટોકટી સર્જાઇ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકાના ૧૦ ગામના લોકોઅે સિંચાઇ વિભાગની ઓફિસને ઘેરાવ કરીને હલ્લાબોલ મચાવ્યો હતો.

રાજ્ય સરકારે પાણીનો કાપ મુકતા ખેડૂતોની મુશકેલી વધી છે. ત્યારે ઉના સહિત ગીરગઢડાના 10 ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી આપવાની માગ સાથે સિંચાઈ વિભાગની ઓફિસનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યા છે.   ત્યારે આગામી પાંચ દિવસમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે. જે અંગેની જાણ ઉના પોલીસને કરાઈ છે.

(6:30 pm IST)