Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદી છાંટા

પવનના સુસવાટા સાથે હવામાનમાં અચાનક પલ્ટો

 વઢવાણ તા. ૧૯ :.. સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો છે અને હળવા છાંટા પડયા હતાં. ઉનાળાનો પ્રારંભ થયો છે. ત્યારે સુરેન્દ્રનગર વાસીઓ ડબલ ઋતુનો સામનો છેલ્લા એકાદ સપ્તાહથી કરી જ રહ્યા છે. રાત્રીના ઠંડીનો માહોલ જયારે બપોરના ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ઠંડો પવન ફુંકાયો છે. જે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. વહેલી સવારના વઢવાણ-લીંબડી - લખતર-ધ્રાંગધ્રા-પાટડી સહિતના ગામોમાં વાદળો સાથે વરસાદી છાંટા પડયા હતો. ત્યારે ઉનાળો, શિયાળો અને ચોમાસુ સહિત ત્રણ ઋતુનો અહેસાસ ગ્રામજનો ને થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(2:42 pm IST)