Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મીઠાપુરમા એક લાખના ચોરાઉ બુલેટ સાથે ૨ ઝડપાયા

 ખંભાળીયા તા.૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ નાઓએ જિલ્લામાં બનેલ વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બીના પો.સ.ઇ.શ્રી એ.એસ.કડછાને સુચના કરતા આ અનુસંધાને અમોએ એલ.સી.બી.ની બે અલગ અલગ ટીમો બનાવી ખંભાળીયા તથા જિલ્લા વિસ્તારમાં સતત પેટ્રોલીંગમાં હતા.

ત્યારે ખંભાળીયા તાલુકાના આરાધનાધામ પાસે સીધ્ધી હોટલ પાસે આવતા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ.શ્રીને હકીકત મળેલ કે, મીઠાપુર ખાતે ફરીયાદી દેવરાજભાઇ પાલાભાઇ સાચીયા રહે. જુના હાઉસીંગ ફલેટ મીઠાપુર તા.દ્વારકા વાળાનું બુલેટ મોટર સાઇકલ કાળા કલરનું જી.જે.૩૭-ડી-૮૦૩૨ વાળુ કિ.રૂ.૧,૦૦,૦૦૦નું તેના મકાન પાસેથી ચોરી કરનાર આબીદભાઇ મહેબુબભાઇ સાટી જાતે પીંજારા ઉવ.૨૩ ધંધો ગાદલા ભરવાની મજુરી રહે. સાલાયાનાકા પાસે, વંડીફળી ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા તથા પાછળ બેસેલ ઇસમનું નામ સોહીલ ઉર્ફે સોયલો મહમદભાઇ સાટી જાતે પીંજારા ઉ.વ. ૧૯ ધંધો ગાદલા ભરવાનો રહે. ખોજાનાકા, હાજીપીર ચોક જામનગર વાળાઓને પકડી પાડી તેમના કબ્જાનું બુલેટ બાબતે બુલેટ મોટર સાઇકલના ફરીયાદમાં જણાવેલ એન્જી નં.U355C1JA 670741 અને સેચીઝ નં.ME3U355C2JA061892 ની ખરાઇ કરતા બુલેટ મોટર સાઇકલ ઉપરોકત ચોરીનું હોય કિ.રૂ.૧,૦૦,૦૦૦ના મુદામાલ સાથે બંને ઇસમોને પકડી પાડી મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી એ.એસ.કડછા, ASI હબીબભાઇ મલેક, અરવિંદભાઇ નકુમ HC અશોકભાઇ સવાણી, અરજણભાઇ મારૂ, મસરીભાઇ આહીર, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા PC કુલદીપસિંહ જાડેજા, પુથ્વીરાજસિંહ વાઘેલા, હસમુખભાઇ કટારા તથા ડ્રા.પોલીસ હેડ કોન્સ. નરસીભાઇ સોનગરા અને ધર્મેન્દ્રસીંહ ચુડાસમા દ્વારા કરાઇ હતી.

(2:34 pm IST)