Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સાવરકુંડલા નગરપાલિકાનું ૪૦ કરોડનું બજેટ નામંજૂરઃ ખળભળાટ

સાવરકુંડલા તા. ૧૯ :.. નગરપાલિકાનું રૂ. ૪૦ કરોડનુ વિકાસ લક્ષી બજેટ સર્વાનુમતે ના મંજૂર થતા ખળભળાટ મચી જવા પામેલ છે.આ અંગેના મળતા અહેવાલ કે આજ રોજ સાવરકુંડલા નગરપાલીકાની બજેટ બેઠક મળી હતી આ બજેટમાં બજેટનો મુદ્ે આવતા વિકાસ લક્ષી બજેટ રૂ. ૪૦ કરોડ અને ૬૯ લાખ વાળુ બજેટ સર્વાનુમતે ના મંજૂર થતા સવારકુંડલા નગરપાલીકાના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે. આ બજેટ નામંજૂર થતા એવુ લાગે છે કે સતત ત્રણ બજેટ નામંજૂર કરી બોડીનુ વિસર્જન કરાવવા તરફ જતુ હોય તેવી ચિંગારી લબકારા મારે છે.

(2:33 pm IST)