Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કાલે અમરેલીમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ''કાંગ''નું વિતરણ

 અમરેલી તા.૧૯ : વિશ્વ ચકલી દિવસ ર૦ માર્ચ નિમિતે પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના સંયોજન તળે વૈદકિય સહાયતા કોશ ટ્રસ્ટ તથા સાહિત્ય સંગત-અમરેલી દ્વારા કબીર કુટીર પર્યાવરણ સભાખંડમાં મંગળવારે ર૦મીએ સાંજના છ કલાકે ચકલી માટે નિઃશુલ્ક કાંગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

પર્યાવરણ ટ્રસ્ટે છેલ્લા ૧૦ વર્ષના સમય ગાળામાં પોણાબે લાખ પૂંઠાના માળાનું વિતરણ કરેલ છે તેમજ પીવાના પાણીના કુંડા તેમજ ચણઘરનું વિતરણ કરેલ છે. પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી આ સંસ્થાએ ચેતના પ્રગટાવવામાં અગ્રસર ભુમિકા ભજવેલ છે.

આ દિવસે અમેરિકા સ્થિત ત્રિવેણીબેન છગનલાલ ફિણવીયા દ્વારા સ્થાપિત વૈદ્યકિય સહાયતા કોશ ટ્રસ્ટે ''કાંગ'' વિતરણની જવાબદારી સંભાળી છે. સંચાલન રોહિત જીવાણી તથા હરજીવન દાફડા કરશે.

(2:30 pm IST)