Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગોંડલઃ પોલીસ ઉપર હુમલો કરવા અંગે પકડાયેલા આરોપીઓનો નિર્દોષ છૂટકારો

ગોંડલ તા.૧૯ : પોલીસ ઉપર લાકડીથી હુમલો કરનાર આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે સંભળાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, સને -  ર૦૦૬ માં ગોંડલ તાલુકા પોલિસ એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ જીવરામભાઇ રાઠોડ એ આપેલ ફરીયાદ મુજબ ફરીયાદી તથા તેની સાથેના પોલીસ કર્મીઓ નાઇટ ફરજમાં સરકારી વાહનમાં જતા પહેલા વર્ધી મળેલ કે, ખડવંથલી ગામના મનસુખભાઇ કાનજીભાઇ કતબા ને તા.૧૩-૪-૦૬ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં હાજર રાખવાનો હુકમ થયેલ હોય તે હુકમની અમલવારી કરવા ફરીયાદી તથા તેની સાથેના પોલિસ કર્મીઓ તથા મનસુખભાઇની પત્‍ની અસ્‍મીતાબેન તથા તેના સગાઓ ખડવંથલી ગામે ગયેલા અને રાત્રીના ૧ વાગ્‍યે ફરીયાદીએ મનસુખભાઇના ઘરે જઇ દરવાજો ખખડાવતા અંદરથી દશેક માણસો લાકડી લઇને નીકળેલા અને તેમાંથી કોઇએ ફરીયાદીને લાકડીનો ઘા મારતા ફરીયાદીને ડાબા હાથમાં કાંડા પર લાગેલ અને અમે મનસુખ અને તના બાપને નહી સોંપીએ તેમ કહી પોલીસને ગાળો દેવા લાગેલા અને મનસુખની સામે કેસ કરનાર તેની પત્‍ની વિગેરેને જાનથી મારી નાખવા છે તેવી ધમકી આપેલ ત્‍યારબાદ ફરીયાદીએ  ડ્રાઇવરને ગાડી ચાલુ કરવા સંકેત આપતા ટોળામાના આરોપીઓ પથ્‍થરના ઘા કરવા લાગેલા જેવી ફરીયાદી તથા તેની સાથેના પોલીસ કર્મીઅદ તથા મનસુખભાઇની પત્‍ની તથા તેના સગાઓ ત્‍યાથી રવાના થઇ ગયેલ તે વખતે ફરીયાદીએ મનસુખભાઇની પત્‍નીને ટોળામાના સભ્‍યોના નામ પુછતા તેણીએ બધા આરોપીઓના નામ આપી તેઓ  બધા સાસરી પક્ષના સભ્‍યો હોવાનું જણાવેલ જેવી ફરીયાદીએ પરસોતમભાઇ ધરમશીભાઇ કતબા સહિતના ૧૦ આરોપીઓ વિરૂધ્‍ધ ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ ઇજા પહોંચાડયા બદલની ફરીયાદ લખાવેલ હતી.

 કોર્ટે આરોપી તરફે તેમના વકીલશ્રી દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્‍યાને લઇ એક દશકા કરતા પણ વધારે ચાલેલી લાંબી કાનુની લડત બાદ ગોંડલના જયુડી. મેજી. આર. વી.વૈશ્‍ય મેડમ એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપીના બચાવ પક્ષે ભંડેરી એડવોકેટસ-ગોંડલના શ્રી નિરંજય એસ. ભંડેરી-એડવોકેટ તથા શ્રી શિવલાલ પી. ભંડેરી-એડવોકેટ રોકાયેલા હતા.

(2:03 pm IST)