Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગોંડલમાં છાત્રાઓની છેડતી કરતા રોમીયોના પોલીસે સીન વિખી નાંખ્‍યા

ગોંડલ, તા.૧૯ : ગોંડલ શહેરમાંબોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલ હોય સ્‍કૂલ-કોલેજની આસપાસ રોમિયોને મોકળું મેદાન મળી ગયેલ હોય તેમ બિભત્‍સ ચેનચાળા કરી છાત્રાઓની છેડતી થતી હોવાની વ્‍યાપક ફરિયાદ ઉઠતા મોવિયા સંચાલકે વોચ ગોઠવી રોમિયોને પકડી પાડી પોલીસ મથક હવાલે કરતા પોલીસે તેની આગવી ઢબે સરભરા કરી હતી.

     પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના મોવિયા ગામે પટેલ કન્‍યા છાત્રાલય ધરાવતા નટવરલાલ ભાલાળાને છાત્રાલયની કેટલીક છાત્રાઓએ રોમિયો દ્વારા બીભત્‍સ ચેનચાળા કરી હેરાન પરેશાન કરવામાં આવતી હોવાની ફરિયાદ કરાતા શાળા સંચાલક દ્વારા ગોંડલ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી દરમ્‍યાન ગોંડલના વિક્રમસિંહજી રોડ પર ચોરડી દરવાજા પાસે ગઢિયા હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતો પ્રતીક ભરતભાઈ પિત્રોડા છાત્રાઓની બિભત્‍સ રીતે છેડછાડ કરતા રંગેહાથ ઝડપાઇ જતાં તેને સિટી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે જીપીએક્‍ટ ૧૧૦ તેમજ ૧૧૭ મુજબ ગુન્‍હો નોંધી રોમિયો પ્રતીક પિત્રોડાની આગવી ઢબે સરભરા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષા દેવા હજારો વિદ્યાર્થીનીઓ જોડાઇ હોય ૨૦ જેટલા કેન્‍દ્રો પાસે રોમિયોના ટોળેટોળા ઉભા રહે છે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરી રોમિયોની શાન ઠેકાણે લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(2:03 pm IST)