Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જસદણ રીલાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા મહિલા સંમેલન યોજાયુ જસદણ

 જસદણ અને બાબરા તાલુકામા રિલાયન્‍શ ફાઉંડેશન છેલ્લા પાંચ વર્ષ થી ગ્રામિણ વિકાસ નુ કામ કેરે છે તે અંતર્ગત મહિલા સશ્‍ક્‍તિકરણ માટે જશદણ મુકામે રિલાયન્‍સ ફાઉંડેશન, સૌરાસ્‍ટ્ર સ્‍વનિર્ભર ખેડુત ઉત્‍પાદક કંપની અને કેન્‍દ્રિય સમિતી -ના સહકાર થી જસદણ, વિંછિયા તેમજ બાબરા તાલુકા ૨૧ ગામ ના ૧૧૭૫ બહેનો, ૨૫૦ ભાઇઓ અને ૫૦ બાળકો એક્‍ત્ર થઇ મહિલા સંમેલન યોજી મહિલા  સશકિતકરણનું ઉદાહરણ પુરુ પાડેલ છે .  નાયબ કલેક્‍ટર એ.એચ.ચૌધરી,  સિદ્દી આદિવાસી મહિલા સંઘ ના આગેવાન હિરબાઇબેન, ૧૮૧ અભયમ (મહિલા હેલ્‍પલાઇન) ના કોમલ બેન, પર્યાવરણ સંસ્‍થા,આગાખાન સંસ્‍થા ના પ્રોજેક્‍ટ મેનેજર શ્રીઓ , મિશન મંગલમ અને જિ.એન. એફ .સી ના અધીકારી હાજર રહયા હતા. ૧૫ બહેનો ને સાલ ઓઢડી સન્‍માનીત કરેલ. આ પ્રસંગે  વધુ પ્રેરણાદાયિ બનાવવા વાકિયા ગ્રામ વિકાસ મંડળ ના આગવનો તરફ થી વાકિયા ગામ ના ૧૦ બચત મંડળો ને વીસ હજાર રૂપીયા ના ચેક અર્પણ કરાયા હતા.

 

(2:01 pm IST)