Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

દ્વારકાના મોટા અલોરામાં જુગાર રમતા ૬ ઝડપાયાઃ એક લાખનો મુદ્દામાલ જપ્‍ત

ખંભાળીયા - રાજકોટ તા. ૧૯ :  જુગારની બદી નાબુદ કરવા માટે  ડી.એન.પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્‍જ રાજકોટનાઓએ કૃણાલ પટેલ પો.સબ.ઇન્‍સ શ્રી. આર.આર.સેલ નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના આપી હતી. જે અન્‍વયે સેલના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્‍ટે. વિસ્‍તારમા આવેલ વાંકાનેર બાઉન્‍ડ્રી નજીક પાવર હાઉસ પાસે ભલગામની સીમમાં અમુક લોકો ભેગા મળી જુગાર રમે છે જેથી તુર્તજ હકીકત વાળી ભલગામની સીમમાંᅠ સ્‍ટાફ સાથે પહોચી રેઇડ કરતા (૧) છગન માવજીભાઇ મકવાણા રે.ભલગામ (ર) યુસુફ આમદભાઇ ખેરાણી રે.જામનગર (૩) ગભરુ કાનાભાઇ નાંગર રે.ચોટીલા (૪) પન્નાભાઇ હીરાભાઇ પાસીયા રે.મોરબી તથા મહીલા (પ) પ્રભાબેન સિધ્‍ધાર્થભાઇ મકવાણા રે.રાજકોટ (૬) નયનાબેન રાજેશભાઇ બામણીયા રે.જામનગર વાળાઓને નશીબ ઉપર આધારીત ગંજીપતાના પાના અને પૈસા વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા કુલ રૂ.૧,૫૨,૦૦૦નો મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરેલ અને નાસીજનાર આરોપી (૭) ભરત ખીમાભાઇ વાઢેર રે.ભલગામ (૮) મહેશ છગનભાઇ મકવાણા રે.મોટીમોલડી વાળા મળી તમામ વિરુધ્‍ધ વાંકાનેર તાલુકા પો.સ્‍ટે ગુન્‍હો રજી. કરાવેલ છે.

(1:57 pm IST)