Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગીર સોમનાથ જીલ્લાનાં ખેડૂતો દ્વારા પાણી પ્રશ્ને ઉપવાસ આંદોલન

 વેરાવળ તા. ૧૯ :.. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા, સુત્રાપાડા, વેરાવળ તાલુકાના હીરણ ડેમના કમાન્‍ડ એરીયામાં આવતા ર૬ ગામના ખેડૂતોએ સિંચાઇનું પાણી આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે ૩૦૦ જેટલા ખેડૂતો હીરણ ૧ અને હીરણ ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાની માંગ સાથે કલેકટર કચેરી સામે છાવણી નાખી પ્રતિક ઉપવાસ પર બેસી ગયા છે.

ત્‍યારે સરકારે કોઇપણ જીલ્લા ના ડેમના પાણી ન છોડવાનો પરીપત્ર થી આદેશ કર્યો છે પાણી છોડવું હોય તો પાણી પુરવઠા તંત્રની મંજૂરી લેવી જરૂરી છે બને ડેમમાં પાણીનો પુરતો જથ્‍થો હોય સિંચાઇ માટે પાણી છોડવાની ખેડૂતોની રજૂઆત સરકાર સુધી ધ્‍યાને પહોંચાડીશું તેમ કલેકટર અજય પ્રકાશે કહયું હતું.

ખાનગી કંપનીને નિયમ મુજબ અને સરકારની મંજૂરી હોવાથી પાણી આપવામાં આવી રહ્યું છે એમ જણાવ્‍યું હતું.

(1:53 pm IST)