Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ટંકારાના ખાખરા ગામ પાસેથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળ્યો ;ઓળખ મેળવવા તજવીજ

ટંકારા : ટંકારાના ખાખરા ગામ પાસેથી સાંજના સમયે અજાણ્યા વૃદ્ધ નો મૃતદેહ મળતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
  અંગે મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના ખાખરા ગામ નજીક એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ પડ્યો હોવાનું ગામના સરપંચ રાજુભાઈ રાઠોડે ટંકારા પોલીસને જાણ કરતા સુરેશભાઈ ઠોરિયા અને ભાવેશ વરમોર દોડી ગયા હતા અને મતુદેહ ને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર અંદાજે ૫૫ વર્ષની લાગે છે મૃતક ની ઓળખ મેળવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

 

(12:09 pm IST)