News of Monday, 19th March 2018

પૂ.માધવપ્રિયદાસજી - પૂ.ભકિતપ્રકાશદાસજી - પૂ.બાલકૃષ્‍ણદાસજીની ઉપસ્‍થિતિમાં

રીબડામાં બુધવારે SGVP ગુરૂકુલનો અનાવરણ મહોત્‍સવ

નૂતનશાખામાં ધો.૧ થી ૧૨ સુધી સીબીએસઈ બોર્ડની માન્‍યતા : સંતોના સાનિધ્‍યમાં યોજાશે કાર્યક્રમ

રાજકોટ, તા.૧૯ :  આજથી ૭૦ વર્ષ પૂર્વે, ગુરુકુલના આદ્ય સંસ્‍થાપક શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ ભગવાન શ્રી સ્‍વામિનારાયણના સર્વજીવ હિતાવહ તથા સદ્વિદ્યા પ્રવર્તનના સંદેશાઓને પ્રવર્તાવવા રાજકોટ ગુરુકુલની સ્‍થાપના કરીછે.

શાષાીજી મહારાજની આ પાવનકારી પરંપરાનું વહન કરતા પરમ પૂજય ગુરૂવર્ય શાષાી શ્રી માધવપ્રિયદાજી સ્‍વામીની પ્રેરણાથી, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP)ની નૂતન શાખા SGVP ગુરૂકુલ રીબડા-રાજકોટનો મંગળ પ્રારંભ થઇ રહેલ છે ત્‍યારે આ નૂતન શાખામાં ધોરણ ૧ થી ૧૨ સુધી CBSE ( સેન્‍ટર બોર્ડ સેકન્‍ડરી એજયુકેશન) ની માન્‍યતા ધરાવતી સ્‍કુલનો અનાવરણ મહોત્‍સવ આગામી તા. ૨૧ માર્ચ  બુધવાર સાંજે પ થી ૮ દરમ્‍યાન શાષાી શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીના અધ્‍યક્ષ સ્‍થાને અને પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્‍વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીની ઉપસ્‍થિતિમાં રાખવામાં આવેલ છે.

સંતોના સાનિધ્‍યમાં યોજાનાર આ સમારોહમાં દરેક સમાજના અગ્રગણીઓ તેમજ રાજકોટ તથા આસપાસ ગામોના તેમજ  SGVP  ગુરૂકુલ પરિવારના ભકતજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે તેમ સ્‍વામી ધર્મવત્‍સલદાસજી મો.નં.૯૮૭૯૦ ૦૦૯૫૫ અને પરશોત્તમભાઇ  બોડા    મો.નં. ૯૮૨૫૧ ૮૧૬૧૧ની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)
  • ૪૦૦૦ કરોડ રૂપિયાનું વધુ એક કૌભાંડ : નિરવ મોદી અને ચોક્સી પછી વધુ એક હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે બેન્ક ફ્રોડની તપાસ દરમિયાન SBI, ઇન્ડિયન ઓવરસીઝ બેંક તથા એકિસસ બેંક સહિત ૨૦ જગ્યાએથી બનાવટી દસ્તાવેજોના આધારે ૪૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાના આરોપસર પારેખ એલ્યુમિનીક્સ લિમિટેડ (PAL) કંપનીના ત્રણ ડિરેક્ટરોની ધરપકડ કરી છે. દેવાદારોએ આરોપ લગાવ્યો છે કે PAL કંપનીએ લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનું દેણું ચુકવ્યું નથી. કંપની સામે એક્સિસ બેન્કે રૂ. 250 કરોડની કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી. જો કે, કંપનીને ધિરાણ કરનારા અન્ય પક્ષો 4,000 કરોડ રૂપિયાના છેતરપિંડીનો દાવો કરે છે. કંપનીએ નાદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. access_time 2:26 pm IST

  • કેજરીવાલે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને તેના દિકરા અમિત સિબ્બલની પણ માફી માગી લીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અકાલી દળના નેતાની માફી માગતા આમ આદમી પાર્ટીના પંજાબ એકમમાં ધમાસણ જોવા મળ્યું હતું. આ ધમાસાણ હજુ રોકાયુ ન હતું ત્યાં તો કેજરીવાલે બીજા થોડા નેતાઓની માંફી માગી લીધી છે. આમ કેજરીવાલે હવે તે નેતાઓની માફી માગવાનું શરૂ કરી દીધું છે જેને પોતાના ભાષણ અને નિવેદનમાં આરોપ લગાવ્યો હતો અને તે નેતાઓએ કેજરીવાલ વિરુધ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. access_time 4:00 pm IST

  • મહીસાગરના બાકોર ગામના ક્રિસ્ટલ વાળંદનું રશિયાના કીમિયામાં મોત થયુ હતુ. ત્યાર બાદ 7દિવસ વિત્યા બાદ વિદેશ મંત્રાલય તેમજ તેના સાથી વિદ્યાર્થી મિત્રોની મદદથી આજે વહેલી સવારે ક્રિસ્ટલના મૃતદેહને બાકોર ખાતે લાવવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લાના ખાનપુરના બાકોર ગામનો 22 વર્ષિય ક્રિસ્ટલ વાળંદ છેલ્લા ચાર વર્ષથી રશીયાની કીમિયામાં હતો. access_time 12:12 pm IST