Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ભાદર ડેમનું પાણી ખેડુતોને સિંચાઇ માટે ફાળવોઃ ધારાસભ્‍ય વસોયા

ધોરાજી તા.૧૯ : ધોરાજી, ઉપલેટાના ખેડુતોના પ્રશ્ને વિધાસભા ગૃહમાં ધારાસભ્‍ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે ખેડુતોના પ્રશ્ને સરકાર ઉપેક્ષા એવી રહી છ.ે

વિશેષમાં ગૃહમાં ધારદાર રીતે પોતાના પ્રશ્ન રજુ કરતા લલીત વસોયાએ જણાવેલ કે સૌની યોજના અંતર્ગત સૌરાષ્‍ટ્રના ડેમો ન ભરાઇ તો કંઇ નહી પરંતુ સીંચાઇ માટે જે ડેમોનું નિર્માણ થયું છે. તે ડેમોમાંથી પાણી ઉપાડવાનું બંધ થાય તો સારી વાત છે. રાજકોટમાં નર્મદાનું પાણી આવે જેના લોકાર્પણ અને વધામણાના કાર્યક્રમો થાય માનનીય વડાપ્રધાન રાજકોટમાં રોડ શો યોજે અને બીજી તરફ જેતપુર તાલુકાની મંદી બલ્‍ક યોજના ૬૦૦ કરોડના ખર્ચે બનાવાઇ તેનું લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે થાય બન્ને કાર્યક્રમોના લોકાર્પણ થઇ જાય તેમ છતા ભાદર-૧ ડેમમાંથી આ માટે આજના દિવસે પણ પાણી ઉપાડવામાં આવે છેકે સિંચાઇ આધારીત ભાદર-૧ ડેમનું પાણી ખેડુતો માટે અનામત રાખવા કે સીંચાઇ માટે ફાળવવો બદલે શહેરી વિસ્‍તારમાં ફાળવી દેવાય છે જો નર્મદાના નીર શહેરી વિસ્‍તારોમાં પહોચી જતા હોય તો શા માટે ખેડુતોના અધકાર પર તરાપ લગાવાઇ છે.

ગૃહના અધ્‍યક્ષ તથા મંત્રીને ભાદર-૧ ડેમનું ખેડુતોની સિંચાઇ માટે મુકત કરવા અપલી કરાઇ હતી આવતા દિવસોમાં ખેડુતોને ફાયદો થાય તે માટે સિંચાઇ માટે ભાદર-૧નું પાણી અનામત રાખવા માંગણી કરી છે.

(12:57 pm IST)