Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જુનાગઢ જિલ્લા લીડ બેંક દ્વારા વાર્ષિક સમીક્ષા બેઠકઃ નાબાર્ડ દ્વારા ૨ બેન્‍કેબલ પ્રોજેકટનું વિમોચન

જૂનાગઢ તા. ૧૯ : જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી પી.વી.અંતાણીની અધ્‍યક્ષતામાં અને ઈન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી જે.કે.ઠેશીયા, રીઝર્વબેંક ઓફ ઈન્‍ડીયાના એ.જી.એમ. તથા એસ.બી.આઇ.નાં એજી.એમ. મનસુખભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં કલેકટર કચેરી જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની કાઉન્‍સીલેટીવ કમિટીની બેઠક તેમજ વર્ષાન્‍તીત બેંકોનાં ધીરાણ, રીકવરી, વિવિધ રાજય અને કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજનાઓની લાભાર્થીઓને મળાપાત્ર સહાયોની રકમ જવા થવા સહિતની બાબતો પર સમીક્ષા કરવામાં આવી હતી.

આ તકે જૂનાગઢ જિલ્લાની વિવિધ બેંકોનાં  એરીયા જનરલ મેનેરજશ્રી, બ્રાન્‍ચ મેનેજરશ્રીઓ તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરતી કચેરીઓનાં પ્રતિનીધીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. બેંકોનાં પ્રતિનીધીશ્રીઓએ આવનાર વર્ષમાં વડાપ્રધાનશ્રીની વર્ષ ૨૦૨૨માં કીસાનોની આવક બમણી કરવાની નેમને ચરીતાર્થ કરવા બેંકીંગ ધીરાણ જેવા કે ટપક સિંચાઇ, જમીન સમથળ કરવા, કૃષિ લક્ષી તાંત્રીક ઓઝાર અને ઉપકરણ ખરીદી જેવી સરકારલક્ષી યોજનાઓ, કૃષિ પુરક એવી પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ જેવી કામગીરીમાં પણ ધીરાણ આપી ખેડુતોને કૃષિ ઉત્‍પાદન વધારવા સહાયરૂપ બનવા તત્‍પરતા વ્‍યક્‍ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૪૫૯૪.૫૨ કરોડનાં વાર્ષિક ધીરાણનાં કરેલ લક્ષ્યાંક સામે બેંકો દ્વારા ૩૫૯૭.૬૫ કરોડનું ધીરાણ કરી ખેડુતોની હામી બનવા બેંકો આગળ આવી છે.

જિલ્લા નાબાર્ડનાં ડી.ડી.એમ. શ્રી જીજ્ઞેશ ઝાલાએ નાબાર્ડ દ્વારા જિલ્લામાં ડેરી વિકાસ અને  ટપક સીંચાઇથી કપાસનાં પાકમાં કૃષિ પાક ઉત્‍પાદન અને ખર્ચમાં રાહત વિષયે બે મોડેલ બેંકેબલ પ્રોજેક્‍ટનો રીપોર્ટ તૈયાર કરી નિવાસી અધિક કલકેટરશ્રી પી.વી.અંતાણીના હસ્‍તે વિમોચીત કરવામાં આવ્‍યા હતા. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વીકાસમાં બેંકનું પ્રદાન વિષયે વાત કરતા શ્રી ઝાલાએ જણાવ્‍યુ હતુ કે રજુ કરેલ બન્ને પ્રોજેક્‍ટ રીપોર્ટ  જૂનાગઢ જિલ્લનાં વિસ્‍તારોને ધ્‍યાને લઇ તૈયાર કરવામાં આવ્‍યા છે. ભારત સરકારશ્રીના ઉદેશ્‍ય ખેડુતોની આવકમાં વૃધ્‍ધી અને વર્ષ ૨૦૨૨માં આવક બમણી રાખવાનાં ટાર્ગેટને ધ્‍યાને લઇ તૈયાર કરાયેલ પ્રોજેક્‍ટ રીપોર્ટ લાભદાયી બની રહેશે.

સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયાના જનરલ મેનેજરશ્રી મનસુખભાઇ પટેલે વાત કરતા જણાવ્‍યુ હતુ કે જિલ્લાના કાલસારી અને શેરીયાઝ ગામની વસ્‍તી ૫ હજારથી વધુ હોય આ ગામોને બેંકીંગ સુવિધાના વધુ સારા લાભ કેવી રીતે મળી રહે તે દિશામાં આર.બી.આઇ.નાં એ.જી.એમની માર્ગદર્શીકા મુજબ અમલ કરાશે. જિલ્લામાં અર્બન-મેટ્રો અને ગ્રામિણ મળીને ૨૨૦ બેંક શાખાઓ કાર્યરત છે.  જિલ્લામાં વિવિધ બેંકોના મળીને ૧૩૯ એ.ટી.એમ. મશીન દ્વારા લોકો તેમની નાણાકીય ઉપલબ્‍ધી સરળ બનાવી રહ્યા છે. બેઠકમાં પ્રધાનમંત્રી જનધન યોજના, વિમા યોજના સહિત વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

(9:47 am IST)