Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

૭ ફૂટ લાંબી તલવાર

રાજકોટના મંદિર માટે મુસ્લિમ કારીગરે બનાવેલ

ભુજ, તા.૧૯: કચ્છી કારીગરોએ પોતાની કલાથી કચ્છને આગવી ઓળખ આપી છે. ભુજ તાલુકાના નાના રેહા ગામે સૂડી-ચપ્પુ, તલવાર જેવા હથિયારની કારીગરી કચ્છ, ગુજરાત નહીં પરંતુ દેશમાં આગવી ઓળખ ધરાવે છે.

આ કારીગરની કલાએ દેશના વડાપ્રધાન સુધી આ સાધનો પહોંચ્યા છે. આ સાધનો લોકો નાના-મોટા પ્રસંગોમાં ભેટ તરીકે પણ આપતા હોય છે અને અનેક લોકો ગામની મુલાકાત લઇને અહીં ખરીદી કરતા હોય છે. નાના રેહાના યુવાન કારીગર અહેમદ થારીયા કહે છે. રાજકોટથી આવેલ વ્યકિતએ મંદિરમાં ૭ ફૂટ લાંબી તલવાર બનાવા રેહા આવેલ ત્યારે કારીગરે સ્ટીલ, કલર, હીરા, પિત્તળ, મખમલ જેવી વસ્તુથી કલાત્મક ૭ ફૂટ લાંબી તલવાર બનાવી છે. આકર્ષકરૂપ આ તલવાર જોવા અનેક લોકો આવેલ ત્યારે આ કારીગરથી ખુશ થઇને બીજી બે-ત્રણ તલવાર બનાવવાના ઓર્ડર મળેલ તેવું કારીગર કહે છે. ૨ થી ૩ મહિનાની મહેનત બાદ બનેલ તલવાર આજે આકર્ષણરૂપ બની છે.

મહેનત માંગતો આ ઉદ્યોગ સાથે આજે યુવા પેઢી અમુક જ જોડાયેલ છે. ઉપરાંત ચાઇનીઝ આઇટમો સામે ટકી રહેવું પણ મુશ્કેલ છે તેવું કારીગરોનું કહેવું છે.

(2:55 pm IST)