Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

જુનાગઢમાં કોંગી ઉમેદવારના પુત્રો સામે ભાજપનાં ઇશારે કાર્યવાહી

પક્ષપાત વગર પેટા ચૂંટણી કરવા લાખાભાઇ પરમારની માંગ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯: જુનાગઢનાં વોર્ડ નં. ૧પનાં કોંગી ઉમેદવાર અને પૂર્વ મેયર લાખાભાઇ પરમારે તેમના બે પુત્રો સામે ભાજપના ઇશારે પોલીસ કાર્યવાહી થઇ હોવાનો આક્ષેપ કર્યો છે.

પીઢ દલિત આગેવાન લાખાભાઇ પરમારે એક લેખિત નિવેદનમાં જણાવેલ કે, ગુંડા ટોળકીના નામ સાથે લેખિતમાં રજુઆત કરવા છતાં તેમની સામે પોલીસ કાર્યવાહી કરાઇ નથી તેમજ મતદારોને ધમકાવવામાં આવતા હોવા છતાં ઉપરાંત ગત તા. ૧પનાં રોજ કોંગ્રેસના પ્રચાર દરમ્યાન કાચની બોટલો વડે પોલીસની હાજરીમાં હુમલો થયેલ છતાં કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

તા. ૧૭નાં રોજ સ્લીપ વેંચવાનાં બહાને ઘર પાસે આવીને પોલીસની હાજરીમાં બે પુત્રો પર હુમલાની કોશિષ કરેલ અને બાદમાં બંને પુત્રોને લઇ જઇ તેમનાં વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ હતી. આવી પક્ષપાત વગર પેટા ચૂંટણી કરવામાં આવે તેવી માંગણી લાખાભાઇ પરમારે કરી છે.

(12:44 pm IST)