Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વેરાવળની આજોઠા કન્યા શાળામાં અભ્યાસ શરૂ

પ્રભાસપાટણ : વેરાવળ તાલુકાના આજોઠા ગામે કન્યા શાળામાં શિક્ષણ કાર્યનો પ્રારંભ કરેલ છે. કોરોના કાળના લાંબા વેકેશન બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરેલ છે. જેમાં ધો.૬ થી ૮ ના બાળકોને એસઓપીની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીને કુમકુમ તિલક કરી શ્રીફળ વધેરી અને શિક્ષણનો પ્રારંભ કરાવેલ. શાળાના આચાર્ય જગદીશભાઇ વાઢીયા તેમજ સ્ટાફગણ અને એસએમસીના સભ્યો દ્વારા બાળકોને આવકારી શૈક્ષણિક કાર્યનો શુભારંભ કરાયેલ તે તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:30 am IST)