Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઘોઘાવદર રામદેવ પીરના મંદિર પાસેથી વાહન ચોરી કરનાર મનસુખ પાંચયા ઝડપાયો ચોરાઉ બાઈક જપ્ત

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક.બલરામ મીણાનાઓએ  જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને રાજકોટ  જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા  વણશોધાયેલ મિલકત સબંધી  ગુન્‍હાઓનાં ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પો.સ.ઇ.ઍ.વી.જાડેજા  તથા ડી સ્ટાફ ટીમ દ્વારા ચોક્કસ બાતમી મેળવી ઘોઘાવદર રામદેવ પીરના મંદિર પાસેથી વાહન ચોરી કરનાર આરોપીને ઝડપી લેવાયો છે

 પકડાયેલ આરોપી મનશુખભાઇ મદનભાઇ પાંચાયા જાતે આદિવાસી( ઉ.વ.30) (  રહે.મોવિયા અશ્વિનભાઈ ખૂંટની વાડીમા મુળ ભાબરા જી અલીરાજ પુર એમ પી )ચોરીના મોટર સાયકલ સાથે મળી આવતાં અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આરોપીએ ચોરી કરી મેળવેલ મોટર સાયકલ એક સી બી ઝેડ એક્સટ્રીમ હિરો કંપનીનું મોટર સાયકલ આગળની નંબર પ્‍લેટ ઉપર રજી. નંબર GJ 03 CQ 6566 લખેલ, જેનાં ચેસીસ નંબર  તથા એન્‍જીન નંબર  જે ટેકનીકલ રીતે ખરાઇ કરી મોટર સાયકલની ચોરી અંગે ગોંડલ  તાલુકા પોલીસ સ્‍ટશન ફર્સ્‍ટ ગુ.ર.નં.11213016200087/2020 ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ નો ગુન્‍હો રજીસ્‍ટર થયેલ છે.

 ઉપરોક્ત વિગતે પકડાયેલ ચોરીનું મોટર સાયકલ તથા આરોપી વિરુધ ધોરણસર કાર્યવાહિ કરેલ છે

 આ કામગીરી પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગોંડલ તાલુકા પોસ્ટેના પો.સબ.ઇન્સ ઍ.વી જાડેજા તથા ડી સ્ટાફ ટીમ દ્વારા કરવામાં આવે છે.

(9:25 pm IST)