Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ભુજ સ્વામીનારાયણ ઇન્સ્ટીટયુટ ખાતે થયેલ 'જાતીય સતામણી'નો મલ્લિકા સારાભાઇ સહિત ૧૩૦૦ મહિલાઓએ કર્યો વિરોધ

રાજકોટ,તા.૧૯: શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટ ભુજ ખાતે બનેલા બનાવને યુવા મહિલાઓના મૂળભૂત અધિકારનો ભંગ ગણાવીને ગુજરાત મહિલા મંચે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત મહિલા મંચના ૧૩૦૦ નાગરિકોની સહીવાળા એક સ્ટેટ મેન્ટમાં કહેવાયું છે કે આ બનાવ જાતિફ સતામણીનો છે તેના કારણે પીડિત મહિલાઓને માનસિક તકલીફ પણ થઇ શકે છે. માસિક ધર્મ દરમ્યાન મહિલાઓ ગંદી હોય છે તે પ્રકારની રૂઢીવાદી અને અવૈજ્ઞાનિક માન્યતાઓને આના કારણે પ્રોત્સાહન મળે છે.

આ સ્ટેટમેન્ટમાં સહી કરનારાઓમાં વિખ્યાત નૃત્યાંગના મલ્લિકા સારાભાઇ ઉપરાંત શિક્ષણ વિદો ઝરણા પાઠક, મીરા વેલાયુધન, નેહા શાહ તથા સામાજીક કાર્યકતાઓ મંજુલા પ્રદીપ, નિર્ઝરી સિંહા, નફીસા બારોટ , પંકિત જોગ, સેજલ દાંડ, શબનમ હાશ્મી વગેરે સામેલ છે. સ્ટેટમેન્ટમાં કહેવાયું આટલી ચકચાર મચ્યા પછી પણ ઇન્સ્ટીટયુટના ટ્રસ્ટી પ્રવિણ પિંડોરીયાએ વિદ્યાથીનીઓને કહ્યું હતું કે તમે ગમે તેવા કાયદાકીય પગલાઓ લેશો પણ આ તો ચાલુ જ રહેશે. જો તમને કોઇ વાંધો હોય તો તમે હોસ્ટેલ છોડી શકો છો.

આની સામે આંગળી ચિંધતા સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના જૂના પુરાણા નિયમોને ટ્રસ્ટીઓ ટેકો આપી રહ્યા છે.

(3:34 pm IST)