Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

લીંબડીમાં પરશુરામ ભગવાન, શિવજી અને ગાયત્રી માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા

સંતો-મહંતો આર્શિવચન પાઠવાશેઃ વિદ્વાન બ્રાહ્મણો, સાહિત્યકારો, કલાકારોનું સન્માન કરાશેઃ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોઃ ર૪ થી ર૬ દરમિયાન ભવ્ય આયોજન

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલા લીંબડીમાં ભગવાન શ્રી પરશુરામ, ભગવાનશ્રી શિવ અને વેદમાતાશ્રી ગાયત્રી માતાજીની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ્વ તા. ર૪ થી ર૬ દરમિયાન ભગવાન પરશુરામધામ અને આદિગુરૂ શંકરાચાર્યનગર, લીંબડી, નેશનલ હાઇવે નં. ૮, મોડેલ સ્કુલની સામે, લીંબડી ખાતે યોજાયો છે.

જે અંતર્ગત તા. ર૪ ને સોમવારે પ્રથમ દિવસે સવારે ૮ વાગ્યે ગણેશ સ્થાપન અને સ્થાપિત દેવતાઓનું પૂજન, સવારે ૯.૩૦ વાગ્યે જળયાત્રા, બપોરે ૧ર.૧પ થી ર.૩૦ સુધી ભોજન-વિરામ, બપોરે ર.૩૦ થી ૬ દરમિયાન પૂજન, મૂર્તિઓનો જલાધિવાસ, સાયંઆરતી, પ્રથમ દિવસનાં કાર્યક્રમને વિરામ અપાશે.

પ્રથમ દિવસે તા. ર૪ ને સોમવારે સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ સંતો-મહંતો અને કથાકારોનું સન્માન તથા આર્શિવચન તેમજ બપોરે ૩.૩૦ થી પ.૩૦ વિદ્વાન બ્રાહ્મણો, સાહિત્યકારો, અને કલાકારોનું સન્માન કરવામાં આવશે. જયારે રાત્રીના ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

તા. રપ ને મંગળવારે બીજા દિવસે સવારે ૮ થી ૧ર.૩૦ સુધી સ્થાપિત દેવતાનું પૂજન, હોમ, મંદિરનું વાસ્તુપૂજન, બપોરે ૩.૩૦ થી ૬ મૂર્તિઓ ઉપર અભિષેક, ભગવાનની મૂર્તિઓની નગરયાત્રા, ભગવાનને ધાન્યાધિવાસ સાથે બીજા દિવસના કાર્યને વિરામ અપાશે.

બીજા દિવસે મંગળવારે સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ સુધી સમસ્ત બ્રાહ્મણ સમાજના ચૂંટાયેલા આગેવાનો, પદાધિકારીઓ, તથા સરકારી અધિકારીઓનું સન્માન કરાશે.

જયારે બપોરે ૩.૩૦ થી પ.૩૦ સુધી વિદ્વાન બ્રાહ્મણો, સાહિત્યકારો, કલાકારોનું સન્માન કરાશે. અને રાત્રીના ૮.૩૦ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે તા.ર૬ ને બુધવારે સવારે ૭-૩૦થી ૧રઃ૩૦ સુધી સ્થાપિત દેવતાની પૂજનવિધી, મૂર્તિઓની ન્યાસવિધી, હોમ, શિખર-ધ્વજા પૂજન, તેમજ મૂર્તિઓની મંદિરમાં પધરામણી સાથે મહોત્સવનો વિરામ થશે.

તા. ર૬ને બુધવારે બપોરે ૧ર-૩૦ થી સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રના સમસ્ત બ્રાહ્મણ સમાજની શુભેચ્છક સંસ્થાઓના આગેવાનો-પ્રતિનિધિઓને મંદિર પરિસર અર્પણ તથા બપોરે ર-૩૦ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિરામ લેશે.

ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પ.પૂ. દંડીસ્વામી શ્રી પ્રાણવાનંદ તીર્થ (કાશી-કામરૂમદ) પ.પૂ. અત્માનંદ સરસ્વતીજી (બોટાદ), પ.પૂ. મુદિતવદનાનંદ (નડીયાદ), પ.પૂ. નિજાનંદબાપુ (ગોતડકા), પ.પૂ. સીતારામબાપુ (મોટા ગોપનાથ), પ.પૂ. વૈષ્ણવી દેવી (બંધવડ) પ.પૂ. ડો. લંકેશબાપુ (શિવ કથાકાર), પ.પૂ. ચૈતન્ય શંભુ મહારાજ (ભાગવત કથાકાર), પ.પૂ. ભાગવત રૂષિ (સોલા વિદ્યાપીઠ) ના આર્શિવાદ પ્રાપ્ત થયા છે.

સફળ બનાવવા શ્રી લીંબડી આદિગુરૂ શંકરચાર્યનગર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિરેન્દ્રભાઇ શંકરલાલ આચાર્ય (મો. ૯૪ર૭૬ ૬૩૮૦૭), ઉપપ્રમુખ કે.સી. દવે (મો. ૯૦૯૯૯ ર૧૧ર૩), મંત્રી મહેશભાઇ ઠાકોરપ્રસાદ દવે (મો. ૯૮રપ૭ ૧૦૬પ૧), ટ્રસ્ટીઓ જયેશભાઇ પ્રવિણભાઇ શુકલ (મો. ૯૪ર૬૪ ૩૯૩૪પ), વિક્રમભાઇ નંદકિશોરભાઇ દવે (મો. ૯૮રપર ૧૯ર૧૧), મુકુંદભાઇ પ્રાણશંકરભાઇ ત્રિવેદી (મો. ૯૮૭૯પ ૩૧૪૧૩), ભરતભાઇ પ્રભાશંકરભાઇ જાની (મો. ૯૮રપ૪ પર૮૬પ) સહિતની ટીમ જહેમત ઉઠાવે છે.

ભાવિકોને ભગવાન શ્રી પરશુરામ, ભગવાન શ્રી શિવ તથાા વેદમાતા, શ્રી ગાયત્રી માતાજીની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન પરશુરામધામ અને આદિગુરૂ શંકરાચાર્યનગર, લીંબડી, નેશનલ હાઇ-વે નં. ૮, મોડેલ સ્કૂલની સામે લીંબડી ખાતે ઉપસ્થિત રહેવા શ્રી લીંબડી આદિગુરૂ શંકરાચાયનગર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(1:10 pm IST)