Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ધ્રાંગધ્રાના ભરાડા ગામના ૧૦ પરિવારની હિજરતઃ ડેપ્યુટી કલેકટર ઓફિસમાં ધામા નાખતા દોડધામ

પ્લોટની યોગ્ય ફાળવણી ન કરાઇ હોવાનો આક્ષેપઃ ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું

ધ્રાંગધ્રા,તા.૧૯: ભરાડા ગામના ૧૦ પરિવારે હિજરત કરી ડેપ્યુટી કલેકટર ઓફિસમાં ધામા નાંખતા તંત્ર દોડતું થયું છે. સરકાર દ્વારા ૧૦૦ વારના પ્લોટ અનુસૂચિત જાતિને ફાળવવામાં આવ્યા હતા, પરંતુ પ્લોટની યોગ્ય ફાળવણી ન કરાઇ હોવાનો આક્ષેપ હિજરત કરનાર પરિવારે કર્યો છે.

ઙ્ગતેમનું કહેવું છે કે આ મામલે તેમણે આંદોલન કર્યું તેમજ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી. તેમ છતાં તંત્ર દ્વારા હજુ કોઈ કાર્યવાહી ન કરાતા પરિવારોએ હિજરત કરવાનો વારો આવ્યો છે.૧૦ જેટલા પરિવારોએ પોતાના માલસામાન તેમજ બાળકો સાથે હિજરત કરી ડેપ્યુટી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા

ઙ્ગજો કે બાદમાં સ્થાનિક પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો. હિજરત કરનારા પરિવારે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી પોતાની માંગને ૧૫ દિવસમાં સ્વીકારવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

(1:08 pm IST)