Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

હળવદના ગોકુળિયા ગામમાં સહજાનંદ ગૌશાળા ખાતે ૧૧ દિ'ની સ્વામિનારાયણ મહામંત્ર અખંડ ધૂન

રાજકોટ, મોરબી, સુરતના સંતોના આશીર્વાદ : મગનભાઇ ભોરણિયા પરિવાર યજમાન

રાજકોટ, તા., ૧૮: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોકુળિયા ગામમાં સહજાનંદ ગૌશાળા ખાતે મગનભાઇ દામજીભાઇ ભોરણિયા અને જીજ્ઞેશભાઇ એમ.ભોરણિયા પરિવાર દ્વારા તા.૧૮ થી ર૯ ફેબ્રુઆરી સુધી ૧૧ દિવસની શ્રી સ્વામિનારાયણ  મહામંત્રની અખંડ ધુનનું આયોજન કરાયેલ છે. જેનો ગઇકાલથી શુભારંભ થયો છે.

અખંડ મહામંત્ર ધુનમાં દરરોજ અલગ-અલગ ગામના હરિભકતો જોડાઇ રહયા છે. મહિલા ભકતો સવારે ૮ થી સાંજે પ વાગ્યા સુધી અને પુરૂષ ભકતો રાતના ૮ થી સવારના પ વાગ્યા સુધી ધુન બોલે છે. તા.૧૮મીએે જુના દેવળીયા મુળી-મોરબી,  તા.૧૯મીએ જુના દેવળીયા વઢવાણ-ખેવારીયા, તા.ર૦ મીએ જેતપર બરવાળા, તા.ર૧મીએ વેજલપર-ખાખરેચી, તા. રરમીએ નવા ઘાટીલા-કેશીયા, તા.ર૩મીએ ટીકર અને નવા ટીકર, તા.ર૪ મીએ જુના ઘાટીલા-રણજીતગઢ, તા.રપમીએ સુરવદર અને રાજકોટ, તા.ર૬મીએ નવા દેવળીયા-હડબટીયાળી, તા.ર૭મીએ જુના રાયસંગપર-ગોકુળિયા અને તા.ર૮મીએ નવા રાયસંગપર તથા પ્રતાપગઢ ગામના ભકતો અખંડ ધુનમાં જોડાય તેવું સમયપત્રક ગોઠવાયેલ છે. તમામ હરીભકતો તથા આમંત્રિતો માટે સવાર-બપોર-સાંજ ભોજન પ્રસાદની વ્યવસ્થા છે.   વચનામૃત દ્વિશતાબ્દી નિમિતે આ કાર્યક્રમ યોજાયેલ છે.

પુર્ણાહુતી તા.ર૯ શનિવારે સવારે ૯ વાગ્યે થશે. આ પ્રસંગે રાજકોટ ગુરૂકુળના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, શ્રી નારાયણપ્રસાદદાસજી સ્વામી, સુરત ગુરૂકુળના ધર્મવલ્લભદાસજી સ્વામી તેમજ મોરબી ગુરૂકુળ અને અન્ય ગામોના સંતો પધારી આશીર્વાદ આપશે. સૌને અખંડ ધુનમાં જોડાવાનો લાભ લેવા ભોરણિયા પરીવાર (મો.નં. ૯૮રપ૧ ૯૯૮૯૭) એ નિમંત્રણ પાઠવેલ છે.

(11:55 am IST)