Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

હળવદ : શાળાના વિદ્યાર્થીઓ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે

હળવદ : પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હળવદ ના ગૌરવશાળી ઇતિહાસ વિષે જાણકારી પ્રાપ્ત કરે એવા ઉમદા વિચાર હળવદ ના પ્રાથમિક શાળા નં ૧૦ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિપકભાઈ એમ. ચૌહાણ ને આવ્યો હતો. આથી તેઓ એ સાથી શિક્ષકો નિધિબેન પટેલ અને રાજુભાઇ ડોડીયા ની સાથે શાળા ના ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને નગર ના વિવિધ ઐતિહાસિક સ્થળો એ મુલાકાત કરાવી હતી. જેમા પાળિયા ની શૌર્યગાથા અને વીરતા વર્ણવી હતી. ત્યાર બાદ રાજમહેલ જતા વેળા એ વચ્ચે આવતી પે સેન્ટર શાળા નંબર ૮ એવી ડી વી પરખાણી શાળા ની મુલાકાત કરી હતી ત્યારે શાળા ના આચાર્ય એ એમની શાળા ના વિદ્યાર્થીઓ ને જોડવા નું કેહતા એ શાળા ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ રાજમહેલ નિહાળવા અને તેની માહિતી માટે રાજમહેલ પહોંચ્યા હતા. આમ , ઐતિહાસિક વિરાસત ની માહિતી પણ મેળવી હતી અને બંને શાળા ના વિદ્યાર્થીઓ એ એકબીજા નો પરિચય કરવા ની તક પણ સાંપડી હતી. તે પ્રસંગની તસ્વીર.

(11:52 am IST)