Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ગોંડલ શહેરીજનોને રૂ.૧૦ જ ભરૂડી ટોલનાકે ટેકસ ભરવો પડશે

ગોંડલ, તા.૧૯: પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વાહનચાલકો પાસે ભરૂડી ટોલનાકે રૂપિયા ૪૦ નો ટેકસ વસુલવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદોને લઈ પાલિકાના વોટર વર્કસ ચેરમેન અનિલભાઈ માધડ દ્વારા ટોલ નાકા અધિકારી ગઢવી સહિતના ઓને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત રંગ લાવતા હવેથી ફાસ્ટ ટ્રેક ધરાવતા ગોંડલના વાહનચાલકોને માત્ર દસ રૂપિયામાં જ ભરૂડી ટોલનાકેથી પસાર થવા મળશે એવું જણાવાયું હતું.

અનિલભાઈ માધડે કહ્યું હતું કે ભરૂડી ટોલનાકેથી ગોંડલ શહેર માત્ર ૯ થી ૧૦ કિલોમીટરના અંતરે જ દૂર આવેલું છે જયારે તેઓની જાણ મુજબ ટોલ બૂથ થી ૨૦ કિલોમીટરના અંતર સુધી ના શહેરોને લોકલ માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે તેથી ગોંડલ શહેરના વાહનચાલકોને રૂપિયા ૧૦ માં જ અહીંથી પસાર કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી આ સાથે માહિતી અંગેનું નોટીસ બોર્ડ પણ ટોલનાકા ખાતે લગાવવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

(11:45 am IST)