Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મોરબી જિલ્લાના કર્મચારીઓને વસતી ગણતરી અંગેની તાલીમ

મોરબીઃ હાલમાં જ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સંબંધિત કર્મચારીઓને એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, ડે. કલેકટર એચ.જી. પટેલ, સ્ટેટ ટ્રેનર સત્યનારાયણ યાદવ તેમજ જિલ્લા આયોજન અધિકારી બગીયાની વિશેષ ઉપસ્થિતિ યોજાયેલ તાલીમમાં જિલ્લામાં વસતી ગણતરીની વાસ્તવિક ક્ષેત્રીય કામગીરી જેમની દોરવણી હેઠળ થવાની થવાની છે એવા ચાર્જ અધિકારીઓ, વસતી ગણતરી સહાયકો અને ટેકનિકલ મદદનીશો જોડાયા હતા.  વસતી ગણતરીમાં પ્રથમવાર ડિજિટલીકરણ જોડવામાં આવ્યું છે એટલે એની પ્રક્રિયાને તાલીમ દરમિયાન વિગતવાર સમજી લેવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. વસતી ગણતરી એ જવાબદારી ભરેલી અગત્યની રાષ્ટ્રીય કામગીરી છે એટલે એ  સચોટતા અને ચોક્કસાઈ સાથે કરવી જરૂરી છે. આ  વ્યાપક ટીમ વર્ક હોવાથી એમણે દરેક તબક્કે સચોટ સંકલન જાળવવા તમામ તાલીમાર્થીઓને ખાસ ભલામણ કરવામાં આવી હતી. વસતી ગણતરીની પૂર્વ તૈયારી રૂપે તાલીમ પૂરજોશમાં ચાલી રહી છે. સુપરવાઈઝર અને એન્યુમરેટરની તાલીમ પૂરી થયા પછી મધ્ય એપ્રિલથી હાઉસ લિસ્ટીંગ એટલે કે, ઘર યાદી બનાવવાની પ્રથમ કામગીરીની સાથે વાસ્તવિક જન ગણના શરૂ થશે તેવી વિગતો આ તાલીમમાં આપવામાં આવી હતી.તાલીમ કાર્યક્રમની તસ્વીર.

(11:45 am IST)