Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

દામનગરની ઓમકાર સ્કુલમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી

દામનગર તા. ૧૯ : ઓમકાર સ્કૂલમાં બે દિવસનું રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મુખ્ય મહેમાન શ્રી તનસુખભાઈ છાટબાર સાહેબ (જોઇન્ટ સેક્રેટરી- એસજીએફઆઇ), ઇન્ટરનેશનલ ટેનિસ અને વાઙ્ખલીબાઙ્ખલ રેફરી શ્રી ધર્મવીરસિંહ જાડેજા સાહેબ અને યોગ વર્લ્ડ ઇન્ટરનેશનલ બ્રાન્ડએમ્બેસેડર રબરબેન્ડ ગર્લ ઓફ એશિયા, શ્રી જાનવી પ્રતિભા મહેતા ઉપસ્થિત રહ્યા હતા. જયારે બીજા દિવસે રોજ ઓમકાર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેશનલ હાઇજમ્પર શ્રી લક્ષ્મણ ચાવડા અને ઉમરાળાના શ્રીમતી અર્ચનાબેન ધામેલિયા તથા ઓમકાર સ્કૂલ ના ભુતપૂર્વ એજયુકેશન ડાયરેકટર શ્રી દેવેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ રમતોેમાં ફૂટબોલ,વોલીબોલ,ગોળાફેંક, રનિંગ રેસ,લોંગ જમ્પ,હાઈ જમ્પ,ઙ્ગક્રિકેટ,રસ્સા ખેંચ,ભાલા ફેંક જેવી વિવિધ રમતોની સ્પદ્યાઙ્ખ યોજાયેલ જેમાં તમામ રમત-ગમત ની સ્પર્ધામાં બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આવેલ મહેમાનોના હસ્તે સ્પર્ધામાં રહેલા બાળકોને મેડલો અને પ્રમાણપત્રો દ્વારા સન્માનીત કર્યા હતા. શાળાના ટ્રસ્ટીશ્રીઓ એ આ સમગ્ર પ્રવૃતિને બિરદાવી હતી. આવેલ મહેમાનો દ્વારા આપવામાં આવેલ વકતવ્યોમાં બાળકોમાં રહેલી સુશુપ્ત શકિતને ખીલવવી જોઈએ અને શકિત જાગૃત કરી સંસ્થા અને દેશનુંઙ્ગ નામ ઉજાગર કરવું જોઈએ તેવા વકતવ્યો આપ્યા હતા.શાળાના આચાર્યશ્રી ડો. નિશાબહેન શર્માએ ખૂબ જ જહેમત ઉઠાવી સમગ્ર પ્રોગ્રામનું સુંદર આયોજન કર્યું હતું. તમામ શિક્ષકગણ, હોસ્ટેલ સ્ટાફ તથા સમગ્ર ઓમકાર પરિવારનો સુંદર સહયોગ સાપડ્યો હતો.

(11:41 am IST)