Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે

 જસદણ,તા. ૧૯ : સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ઘ જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે.

ઘેલા સોમનાથ ખાતે તારીખ ૨૧-૨ઙ્ગના રોજ મહા શિવરાત્રી દિવસે શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ના અધ્યક્ષ કલેકટરઙ્ગ રાજકોટની સુચના મુજબ નાયબ કલેકટરઙ્ગ શ્રી ગલચર,ઙ્ગ

જસદણ મામલતદાર શ્રી ઝાલા, નાયબ મામલતદાર વી. એલ. ધાનાણી, વીંછીયા મામલતદાર પી.એમ. ભેસાણીયા, વાઘેલાભાઈ, વહીવટદાર મનુભાઈ શીલુ, મંદિરના પૂજારી હસુભાઈ જોશી વીરગરભાઈ ગોસાઈ, પરેશભાઈ ગરણીયા સહિતની ટીમ દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. ઘેલા સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રીના સવારે પાંચ વાગ્યે મંગળા આરતી થશે

બપોરના ૧૧ વાગ્યે મહાપૂજા થશે બપોરના ૧૨ વાગ્યે મહાઆરતી થશે ૭ૅં૧૫ વાગ્યે સંધ્યા આરતી થશે

રાત્રે ૯ કલાકે ચાર પહોરની પ્રથમ આરતી થશે. રાત્રે બાર વાગ્યે ચાર પહોરની બીજી આરતી થશે.

રાત્રે બે વાગ્યે ચાર પહોર ત્રીજી આરતી થશે. તારીખ ૨૨-૨ ના વહેલી સવારે ચાર વાગ્યે ચાર પહોરની ચોથી આરતી થશે.તેમજ શિવરાત્રીના દિવસે દર્શનાર્થીઓ માટે મંદિર ૨૪ કલાક ખુલ્લું રહેશે. શિવરાત્રીના દિવસે આખો દિવસ ગંગાજળ તથા દૂધથી દાદાને અભિષેક કરવામાં આવશે

મંદિરનો પૂજાનો સમય સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીનો રહેશે. દાતાના સહયોગથી દાદાની ધજા ચડાવવામાં આવશે તેમજ દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ અને દાતાના સહયોગથી સાત હજારથી વધારે ભાવિકો માટે ફરાળી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બપોરના ૧ૅં૦૦ વાગ્યે અને સાંજે સાત વાગ્યે ભૂદેવ સાધુ અને ભકતોને પ્રસાદ માં ફરાળ આપવામાં આવશે અને દાદાને આખો દિવસ જુદા જુદા શણગાર પૂજારી હસુભાઈ જોશી દ્વારા કરવામાં આવશે તેમજ કાળાસર તથા લીલાપુર ગામના સ્વયં સેવક ભાઈઓ શિવરાત્રી પર્વ ઉપર આખો દિવસ પોતાની સેવા આપશે.

(11:32 am IST)