Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત હવામાં ઉડી ગઈ ! :દોઢ વર્ષ થયા છતાં પ્લોટની ફાળવણી જ નહીં !

નારી ચોકડી નજીક પ્લાસ્ટિક પાર્ક બનાવવાની સીએમની જાહેરાત બાદ અમલવારી હવામાં ઉડી ગઈ

 

ભાવનગર : રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પ્લાસ્ટિક પાર્ક ફક્ત કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. કેમકે જાહેરાતના દોઢ વર્ષ બાદ પણ પ્લાસ્ટિક ઉદ્યોગ માટે હજુ સુધી પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે શાસક અને વિપક્ષ મુદ્દે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.

ભાવનગરમાં દોઢ વર્ષ પહેલા નારી ચોકડી નજીક પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત ખુદ સીએમ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી માટે પ્લોટની ફાળવણી પણ થઇ હોવાથી યોજના કાગળ પર છે. કારણ કે જ્યાં પ્લાસ્ટિક પાર્ક બનવા જઇ રહ્યો છે ત્યાં પાણી કે વીજળી જેવી પ્રાથમિક સુવિધા હજુ ઉભી નથી કરાઇ. મામલે કોંગ્રેસે ભાજપ પર ભાવનગરના વિકાસ માટે ઉદાસીન હોવાનો આક્ષેપ મુક્યો. તો બીજી તરફ શાસક પક્ષના નેતાઓ પ્લોટ ફાળવણીના વિલંબ માટે નીતનવા બહાના બતાવી રહ્યા છે

જ્યાં પ્લાસ્ટિક પાર્ક બનવાનો છે ત્યાં પ્લોટના ભાવ પણ અન્ય જીઆઇડીસીની સરખામણીએ ઘણા વધુ છે. ત્યારે પ્લોટની ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાતને પગલે ઉદ્યોગકારોમાં નવી આશાનો સંચાર થયો છે. પરંતુ પાર્ક બનાવવાની મોટી વાતો કરવાને બદલે તેને બનાવવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. .

(10:52 pm IST)