Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ચોટીલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી સોમાભાઈ બાવળીયાએ રાજીનામું ફગાવ્યું

ચોટીલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી સોમાભાઈ બાવળીયાએ રાજીનામું ફગાવ્યું  છે તેમણે જિલ્લા કોંગી પ્રમુખ મનુભાઈ પટેલને પત્ર પાઠવી ચોટીલા તાલુકાના ગ્રામ્ય સંગઠન પ્રમુખની નવી નીમણુક કરવા જણાવી દીધું છે. સોમાભાઈએ લખ્યું છે કે અમારા ધારાસભ્યના હાથ નીચે હું કામ કરવા માગતો નથી. અમારા ધારાસભ્ય પાસે કામ કરે તે કાલો ને વાત કરે તો વાંધો; તેવી નીતિ ચાલી રહી છે.. આમ પોતાના જ પદના ધારાસભ્યના ત્રાસથી તાલુકા કોંગ્રસ પ્રમુખે રાજીનામુ આપતા ખળભળાટ મચી ગયો છે.

 સોશિયલ મીડિયામાં આ અહેવાલ ભારે વાયરલ થયો છે સોમાભાઈ નો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવતો'તો

(10:41 pm IST)