Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જાફરાબાદના ટીંબીમાં પ્રેમીપંખીડાએ ઝેરી દવા પીધીઃ યુવકનું મોત

અમરેલી તા.૧૮ : જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભરત અરજણભાઇ બારૈયાને તે જ ગામના યુવતી સાથે પ્રેમસંબંધ હોય. જેથી યુવતી સાથે ભરત જતો રહેલ અને બાદ બંન્ને ડર લાગતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન ભરતભાઇ અરજણભાઇ બારૈયાનું મોત નીપજયું હતુ. આ બનાવની તપાસ એએસઆઇ એમ.ટી.ચુડાસમા ચલાવી રહયા છે.

બાબરામાં બે મહિલા સહિત  ત્રણે યુવાન પર હુમલો

બાબરા ચામુંડાનગરમાં રહેતા અજય ઉર્ફે બાવલુ વિનુભાઇ રંગપરા ઉ.વ.ર૦ના ભાઇએ થોડા સમય પહેલા પરણીતાને ભગાડી જઇ ચાંદીના છડા તેમના ભાઇ પાસે હોય જેથી વસંતભાઇ રામભાઇ વેકરીયા કોમલબેન હરેશભાઇએ છડા માંગતા રામાભાઇ સંજય પાસે હશે તેવુ જણાવેલ. જેથી ઉશ્કેરાઇ ગાળો બોલી છુટા પથ્થરના ઘા મારી ઇજા કરી શારદાબેનને મારમારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.

(1:14 pm IST)