Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

લાઠીમાં પ૦ હજારનાં ૧૦ ટકા વ્યાજ સાથે પેનલ્ટી સાથે પ લાખ ચુકવી દીધા છતાં ખુનની ધમકી

અમરેલી તા.૧૮ : લાઠીના દુધાળા રોડ પર સુરેશભાઇ  હમીરભાઇ પરમાર દ્વારા જનક નારણ આહીર પાસેથી પ૦ હજાર રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધેલ. જે પેનલ્ટી સાથે પ લાખ રૂપીયા ચુકવી આપેલ. તેમ છતાં બળજબરી પુર્વક રૂપિયા ૧ લાખ કઢાવી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની લાઠી પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે.

સાવરકુંડલામાં  પરણીતા પર હુમલો

સાવરકુંડલા રોડ પર શીલાબેન હરેશભાઇ બગડા તેમની દિકરીઓને ગોતા જતા પતિ હરેશ દેવજીએ જણાવેલ કે તુ અહી શુ કરે છે. તેવું જણાવી ઉશ્કેરાઇ ગાળો બોલી માથામાં ઇંટ મારી  ઇજા કર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

લાઠીમાં જુગાર  રમાડતા બે ઝડપાયા

લાઠી કોળીવાડ પાસે જાહેરમાં ગ્રાહકોએ ભેગા કરી વરલી મટકા જુગાર રમાડતા ગોપાલ ઉર્ફે ગોપી અશોકભાઇ ઓગાણીયા, કૌશીક ભરત ગોહિલને હે. કોન્સ. વાય.એસ. વનરાએ સાહિત્ય, રોકડ મોબાઇલ મળી કુલ રૂપ૦ હજારનો મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(1:13 pm IST)