Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ફૂલગ્રામ પાટિયા પાસે લકઝરી-ડમ્પર અકસ્માત દસ મુસાફરો ઘાયલ

વઢવાણ, તા. ૧૮ : લીંબડી હાઇવે ઉપર રોજેરોજ અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે વાહનચાલક વાહનોની ગતિમર્યાદા વાહનો કરતાં વધુ રાખતા હોવાની ઘટનાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે આજે સવારના રાજકોટ થી અમદાવાદ તરફ જતી ખાનગી લકઝરી બસ ફૂલગ્રામ ગામના પાટિયા પાસે આવતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઇ છે જેમાં ખાનગી ટ્રાવેલ્સ ના મુસાફરો ચાલીસ હતાં જેમાંથી ૧૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામેલ છે ત્યારે અકસ્માત સર્જાતાં હાઈવે ઉપર ડમ્પર ગુલાટ મારી જતાં હાઈવે પણ બ્લોક થઈ ગયો છે જોરાવરનગર પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે જયારે આ ડમ્પરને ક્રેન મંગાવી મારફતે ડમ્પરને ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1:09 pm IST)