Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીક સ્પર્ધામાં

સાવરકુંડલાના ૮૦ વર્ષના કાસમભાઇએ બે બે સિલ્વર મેડલ સાથે સિદ્ધિ મેળવી

સાવરકુંડલા તા.૧૮ : ૮૦ વર્ષની ઉમરે ઓલ ઇન્ડીયા, સ્પર્ધામાં ર (બે) મેડલ મેળવતા સાવરકુંડલાના યુવાન-કુરેશી કાસમભાઇ યુવાને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

તાજેતરમાં ગુજરાત રાજય માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા પસંદગી પામી ચંદીગઢ (હરીયાણા) ખાતે યોજાયેલ ઓલ ઇન્ડીયા માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં કુરેશી કાસમભાઇ નાનુભાઇએ ૭પ વર્ષથી ઉપરના એઇઝ ગ્રુપમાં રાષ્ટ્રકક્ષાએ ૧૦૦ મીટર દોડ (દ્વિતિય) તથા લંગડી ફાળ કુદ (દ્વિતિય) ક્રમ મેળવી ર (બે) સિલ્વર મેડલ મેળવી ગુજરાત અમરેલી તથા સાવરકુંડલાનું ગૌરવ વધારેલ છે.

રાષ્ટ્ર કક્ષાએ ટીમ મેનેજર તરીકે ડો. હારૂનભાઇ વિંહળ-પ્રિન્સીપાલ વાલીએ સોરઠ હાઇસ્કુલ જુનાગઢ- સેવા આપી હતી.

તેઓને માર્ગદર્શન ટ્રેઇનીંગ પ્રો.ડો.આર.કે. કુરેશી અધ્યાપક મહિલા કોલેજ સાવરકુંડલાએ આપી હતી.

કાસમભાઇ શરૂઆતથીજ શ્રીકૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર-સાવરકુંડલાના વિદ્યાર્થી રહ્યા છ.ે નિયમિત પ્રેકટીસ પ્રવૃતિને કારણે આજે રાષ્ટ્રકક્ષાએ સફળતા મેળવી છ.ેહવે તેઓ એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર એશીયન માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

(1:06 pm IST)